Gujarat

50થી 60 કિ.મી.ની ઝડપે પવન અને વીજકડાકા સાથે વરસાદની આગાહી: ગુજરાતના 11 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ

By GS TEAM
3 Jun 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી વાતાવરણમાં આવેલા મોટા પલટાને કારણે ગરમીમાં રાહત મળી છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આજે (3 જૂન) રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

50થી 60 કિ.મી.ની ઝડપે પવન અને વીજકડાકા સાથે વરસાદની આગાહી: ગુજરાતના 11 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ

Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી વાતાવરણમાં આવેલા મોટા પલટાને કારણે ગરમીમાં રાહત મળી છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આજે (3 જૂન) રાજ્યના 11 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.

11 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાતાવરણ વધુ સક્રિય રહેશે. આજે જે જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને કચ્છનો સમાવેશ થાય છે. અહીં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે.

ઉત્તર ગુજરાત અને કચ્છ: 50 - 60 કિમી પ્રતિ કલાક પવનની ગતિ, મધ્યમ વરસાદ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર: 40 - 50 કિમી પ્રતિ કલાક પવનની ગતિ, હળવાથી મધ્યમ વરસાદ


અસહ્ય ગરમીથી મળી મુક્તિ!

હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ, અમદાવાદમાં સોમવારે તાપમાન 40.8°C હતું, જે મંગળવારે ઘટીને 37°C પર પહોંચ્યું છે, એટલે કે એક જ દિવસમાં 3.8°Cનો ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ રાહત ગાંધીનગરમાં જોવા મળી છે, જ્યાં તાપમાન સામાન્ય કરતાં 4.7°C જેટલું નીચે ઉતરીને 36.2°C નોંધાયું છે.