ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી: 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જાણો ક્યાં-ક્યાં પડશે વરસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Update: ગુજરાતમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ગરમીનો પારે 40 ડિગ્રીને પાર છે, ત્યારે આગામી 30 મેથી 2 જૂન સુધી કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે આ જિલ્લાઓમાં 40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
4 દિવસ માવઠાની આગાહી
હવામાન વિભાગ મુજબ, આગામી 30 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને પાટણ, જ્યારે 31 મેના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.
1 જૂને 12 જિલ્લામાં પવન-ગાજવીજ સાથે માવઠાની આગાહી
આગામી 1 જૂન, 2026ના રોજ ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના 12 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે.
આ પણ વાંચો: LRD ઉમેદવારો આનંદો! લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 6 જૂનથી કોલલેટર નીકળશે
જ્યારે આગામી 2 જૂનના દિવસે અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ વરસાદ અને 40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.
તેમજ 27 અને 28 મે આ બે દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે.









