Get The App

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો દોર: આગામી ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં યલો ઍલર્ટની આગાહી

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો દોર: આગામી ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં યલો ઍલર્ટની આગાહી 1 - image


Heatwave Yellow Alert Gujarat: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 3 દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેશે, જેના પગલે તંત્ર દ્વારા 'યલો ઍલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

કયા જિલ્લાઓમાં ક્યારે રહેશે અસર?

હવામાન વિભાગ અનુસાર, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. સોમવાર (નવમી માર્ચ) રાજકોટ અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી. જ્યારે મંગળવાર (10મી માર્ચ) અને બુધવાર (11મી માર્ચ) અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, સુરત, કચ્છ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં સખત ગરમી સાથે યલો ઍલર્ટ રહેશે.

આ પણ વાંચો: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે

તંત્ર દ્વારા હીટવેવની ગંભીરતાને ધ્યાને રાખીને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન ખૂબ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું. ગરમીથી બચવા માટે આછા રંગના સુતરાઉ કપડાં પહેરવા. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ શરબત કે ઓઆરએસ જેવા પ્રવાહી લેવા. વૃદ્ધો અને બાળકોએ ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઈએ.