Get The App

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી 1 - image


Gujarat Environment : ગુજરાતમાં એકતરફ ઉનાળો આકરો બની રહ્યો છે, ત્યાં બીજીતરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરીને ખેડૂતો અને નાગરિકોની ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે સિસ્ટમ એકસાથે સક્રિય થતા વાતાવરણમાં પલટો આવવાની પૂરેપૂરી સંભાવના છે.

કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અહીં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. સરહદી જિલ્લા કચ્છમાં પણ કમોસમી વરસાદની વકી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 એપ્રિલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.

તાપમાનમાં ઘટાડો અને ગરમીથી રાહત

વરસાદી માહોલ અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જેનાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળશે, પરંતુ ડબલ ઋતુનો અનુભવ થવાથી આરોગ્ય પર તેની અસર પડી શકે છે.

આ પણ વાંચો : અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું

તાજેતરના તાપમાનના આંકડા

વલ્લભવિદ્યાનગર: 37.6 ડિગ્રી (રાજ્યમાં સૌથી વધુ ગરમી)

અમદાવાદ: 36 ડિગ્રી

ખેડૂતો માટે ચિંતાનો વિષય

ઉનાળુ પાકની કાપણી અને રવિ પાકના સંગ્રહના સમયે કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેતરમાં પડેલો પાક પલળી જવાની ભીતિને કારણે ખેડૂતોને સાવચેત રહેવા અને પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા સલાહ આપવામાં આવી રહી છે. આગામી 48 કલાક ગુજરાત માટે મહત્વના છે. વાતાવરણમાં આવતા આ પલટાને કારણે ગરમીમાં તો ઘટાડો થશે, પરંતુ કમોસમી વરસાદ આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે.