Gujarat

1 મે: સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની થશે રંગેચંગે ઉજવણી, મોટરસાયકલ કરતબ આકર્ષણનું કેન્દ્ર

By GS TEAM
30 Apr 20262 mins read
TukuTouch Logo
સુરતમાં આવતીકાલે 1લી મે, 2026ના રોજ ગુજરાતના સ્થાપના દિવસની ‘ગુજરાત ગૌરવ દિન’ના રૂપમાં રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સુરતના વી.આર. મોલ, Y જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી પોલીસ પરેડનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

1 મે: સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની થશે રંગેચંગે ઉજવણી, મોટરસાયકલ કરતબ આકર્ષણનું કેન્દ્ર

Gujarat Sthapana Divas Celebrations In Surat : સુરતમાં આવતીકાલે 1લી મે, 2026ના રોજ ગુજરાતના સ્થાપના દિવસની ‘ગુજરાત ગૌરવ દિન’ના રૂપમાં રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સુરતના વી.આર. મોલ, Y જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી પોલીસ પરેડનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 

પરેડના મુખ્ય આકર્ષણોમાં ભવ્ય માર્ચ પાસ્ટ, હર્ષધ્વનિ, મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાહસિક મોટરસાયકલ સ્ટંટ શૉનો સમાવેશ થાય છે. આ પરેડને લોકો મોટી સંખ્યામાં નિહાળી શકે તે માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ છે. પોલીસ પરેડ બાદ રાત્રે 8 વાગ્યે ડુમસ સી-ફેસ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

‘ગુજરાત ગરિમા એવોર્ડ’ મેળવનારનું વિશેષ સન્માન કરાશે

આ પ્રસંગે ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ મેળવનાર પ્રતિભાવાન વ્યક્તિઓ તેમજ જિલ્લાના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવશે. આ સાથે સુરત જિલ્લાની વિકાસયાત્રાને દર્શાવતા બે પુસ્તકો ‘વિકાસ વાટિકા’ અને ‘કોફી ટેબલ’ બુકનું વિમોચન પણ કરવામાં આવશે. 

આ પણ વાંચો: પેન્શનરોને હવે કચેરીઓના ધક્કામાંથી મુક્તિ: ઘરે બેઠા મળશે આ સુવિધા, ગુજરાત સરકારનો નિર્ણય

રાજ્યકક્ષાના કાર્યક્રમની સંપૂર્ણ તૈયારી

રાજ્યકક્ષાના આ કાર્યક્રમની ઉજવણી પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરની સરકારી અને ઐતિહાસિક ઇમારતોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે. ઝગમગાટભર્યા માહોલના કારણે સમગ્ર શહેરમાં દિવાળી જેવો ઉત્સવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સ્થાપના દિનને યાદગાર બનાવવા માટે ડુમસ સી-ફેસ ખાતે રાત્રે 8 વાગ્યે ભવ્ય રંગારંગ કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં 250થી વધુ કલાકારો ઉપસ્થિત રહીને સુરતના ભૂતકાળથી લઈને વર્તમાન વિકાસ સુધીની યાત્રાને નાટકના રૂપમાં ભવ્ય લાઈટ અને સાઉન્ડના સમન્વય સાથે રજૂ કરશે.