ભારતમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને, જુઓ ક્યાં કેટલા કેસ
Covid-19 Active Cases: દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ 7 એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા છે.
ગુજરાત છઠ્ઠા સ્થાને
દેશમાં હાલ સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં કેરળ 95 સાથે મોખરે, તામિલનાડુ 66 સાથે બીજા, મહારાષ્ટ્ર 56 સાથે ત્રીજા, કર્ણાટક 13 સાથે ચોથા, પુડુચેરી 10 સાથે પાંચમાં અને ગુજરાત છઠ્ઠા સ્થાને છે. સમગ્ર દેશમાં હાલ 257 એક્ટિવ કેસ છે.
આ પણ વાંચોઃ 8 માસમાં શહેરીજનોએ મનપામાં સૌથી વધુ નળ-ગટરની ઓનલાઈન ફરિયાદ નોંધાવી
11 હજારથી વધુ લોકોએ કોવિડથી જીવ ગુમાવ્યો
છેલ્લાં એક સપ્તાહમાં ગુજરાતમાંથી 1 દર્દી કોરોનાથી સાજો થયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોવિડના 12 લાખથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. કુલ 11101 વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.