પોલેન્ડમાં નિર્મિત વિવાદિત પેસેન્જર રો-રો ફેરી શિપને અલંગમાં રીસાયકલ કરવા લીલીઝંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MV Gala Ship Beached at Alang Gujarat: પોલેન્ડમાં નિર્મિત કોમોરોસ ફ્લેગનું પેસેન્જર રો-રો ફેરી/કાર્ગો શિપ અલંગની આખરી સફરે પહોંચ્યું છે. પરંતુ જહાજ દ્વારા સર્જાયેલા અકસ્માતના કારણે ભારતની દરિયાઈ સીમામાં આવ્યા બાદ હાઈકોર્ટેના આદેશની આ શિપને અરેસ્ટ કરી લેવામાં આવ્યું હતું. આશરે એક સપ્તાહ સુધી શિપ અરેસ્ટ રહ્યાં બાદ સેટલમેન્ટના અંતે શિપને મંજૂરી મળતા રિસાયકલ થવા માટે અલંગમાં બીચ થયું છે.
પોલેન્ડમાં નિર્મિત 47 વર્ષ જૂનું પેસેન્જર જહાજ અલંગના કાંઠે આશરે સપ્તાહ સુધી અરેસ્ટ રહ્યું
પોલેન્ડમાં નિર્મિત કોમોરોસ ફ્લેગનું વિવાદમાં રહેલું પેસેન્જર રો-રો ફેરી/કાર્ગો શિપ અલંગની આખરી સફરે પહોંચ્યું છે. પરંતુ જહાજ દ્વારા અગાઉ સર્જાયેલા અકસ્માતના કારણે નુકસાનીનો દાવો ચાલી રહ્યો હતો. જેથી હાઈકોર્ટે એમવી ગાલા શિપ સામે અરેસ્ટ વોરંટ કાઢ્યું હતું અને ભારતની દરિયાઈ સીમામાં આવ્યા બાદ હાઈકોર્ટના આદેશથી શિપને અરેસ્ટ કરવામાં આવ્યું હતું. આશરે એક સપ્તાહ સુધી અરેસ્ટ રહ્યાં બાદ સેટલમેન્ટના અંતે આ શિપને મંજૂરી મળતા અલંગમાં રિસાઇકલ થવા માટે બીચ થયું છે.
અનેક દેશોમાં આપી ચુક્યાં છે સેવા
1979માં નિર્મિત આ શિપ અગાઉ ગેલેક્સી તરીકે ઓળખાતું હતું. 47 વર્ષની સેવા દરમિયાન પોલેન્ડ, સ્વીડન, યુકેન, અલ્બેનિયા સહિતના દેશોમાં મુસાફરોની હેરફેર માટે સેવા આપી હતી. 900 મુસાફરો અને 260 કાર લઈ જવાની ક્ષમતા ધરાવતા કાનૂની પેચમાં ફસાયેલા એમવી ગાલા શિપને અંતે અલંગમાં રિસાયકલ થવા માટે મંજૂરી મળી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પૂર્વે જ અલંગમાં પેસેન્જર ક્રૂઝ શિપ રિસાયકલ થવા આવ્યું છે. જે બાદ પેસેન્જર રો-રો ફેરી/કાર્ગો શિપ અલંગમાં આવતા તેમાંથી ઉચ્ચ ગુણવત્તાનું સ્ટીલ તથા અન્ય ઉપકરણો, લક્ઝુરિયસ વસ્તુઓ નીકળશે. જેના કારણે મંદ રહેલા અલંગના સ્થાનિક અર્થતંત્રને બુસ્ટ મળશે.
શું કહે છે ભારતીય કાયદો?
જો કોઈ વિદેશી શિપ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાંકીય કે નુકસાનીનો દાવો હોય તો ભારતની હાઈકોર્ટ જે-તે જહાજને ભારતીય દરિયાઈ સીમામાં પ્રવેશતા જપ્ત કરી શકે છે. જ્યાં સુધી જહાજના માલિકો નિર્ધારિત રકમ નહીં ચૂકવે અથવા તો કોર્ટ શિપની સત્તાવાર હરાજી કરી નુકસાનની ચૂકવણી થયા બાદ જ અલંગના શિપબ્રેકર્સ આ જહાજને તોડી શકે છે.









