Gujarat

RTE હેઠળ 73000થી વધુ બાળકોના એડમિશન કન્ફર્મ, હવે 10000થી વધુ બેઠક માટે બીજો રાઉન્ડ હાથ ધરાશે

By GS TEAM
16 May 20262 mins read
TukuTouch Logo
આરટીઇમાં પ્રવેશ માટેની 2026-27ની ઓનલાઇન કેન્દ્રિય પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ પુરો થઇ ગયો છે. પ્રથમ રાઉન્ડના અંતે 73 હજારથી વધુ બાળકોનો પ્રવેશ કન્ફર્મ થઇ ગયો છે. જ્યારે 4732 વાલીએ પોતાના બાળકોને પ્રવેશ મળવા છતાં પણ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી અને પ્રવેશ જતો કર્યો છે. જેથી આ ખાલી બેઠકો ઉપરાંત અગાઉ ન ફાળવાયેલી સહિતની હવે કુલ 10494 બેઠકો ખાલી છે. જે માટે બીજો રાઉન્ડ હાથ ધરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

RTE હેઠળ 73000થી વધુ બાળકોના એડમિશન કન્ફર્મ, હવે 10000થી વધુ બેઠક માટે બીજો રાઉન્ડ હાથ ધરાશે

Gujarat RTE Admissions 2026: આરટીઇમાં પ્રવેશ માટેની 2026-27ની ઓનલાઇન કેન્દ્રિય પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ પુરો થઇ ગયો છે. પ્રથમ રાઉન્ડના અંતે 73 હજારથી વધુ બાળકોનો પ્રવેશ કન્ફર્મ થઇ ગયો છે. જ્યારે 4732 વાલીએ પોતાના બાળકોને પ્રવેશ મળવા છતાં પણ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી અને પ્રવેશ જતો કર્યો છે. જેથી આ ખાલી બેઠકો ઉપરાંત અગાઉ ન ફાળવાયેલી સહિતની હવે કુલ 10494 બેઠકો ખાલી છે. જે માટે બીજો રાઉન્ડ હાથ ધરાશે.

900 વાલીએ સ્કૂલ પસંદ ન પડતા પ્રવેશ રદ કરાવ્યો

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઇન કોમન પ્રક્રિયામાં આ વર્ષે રાજ્યની 9500થી વધુ ખાનગી સ્કૂલોની 25 ટકા બેઠકો મુજબ 83687 બેઠકો હતી. જેની સામે 242500 વાલીઓની ઓનલાઇન અરજી આવી હતી. જેમાંથી 2034 અરજીઓ રિજેક્ટ થઇ હતી તેમજ 54588 અરજીઓ કેન્સલ થઇ હતી. જ્યારે 185878 અરજીઓ પ્રવેશ માટે માન્ય કરવામા આવી હતી. માન્ય અરજીઓમાંથી 77925 અરજીઓમાં બાળકોને પ્રવેશ ફાળવાયો હતો. પ્રથમ રાઉન્ડમાં 77925 બાળકોને પ્રવેશ ફાળવાયા બાદ વાલીએ સ્કૂલે રૂબરૂ જઇને પ્રવેશ કન્ફર્મ કરવા માટે અગાઉ 12મી મે સુધી મુદત હતી. પરંતુ જે ત્રણ દિવસ વધારીને 15 કરાઇ હતી. જે આજે પૂર્ણ થવા સાથે આજે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઇ ગયો છે.

આ પણ વાંચો: ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ

ફાળવાયેલા કુલ  77925 પ્રવેશોમાંથી 73193 પ્રવેશ કન્ફર્મ થયા છે એટલે કે 73193 વાલીએ મળેલ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. જ્યારે 900 વાલીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ સ્કૂલ પસંદ ન પડતા પ્રવેશ રદ કરાવ્યો હતો. જો કે 3832 વાલીઓ પ્રવેશ મળવા છતાં સ્કૂલે પ્રવેશ કન્ફર્મ કરાવવા જ ગયા ન હતા. આમ 4732 બેઠકો ખાલી રહી ગઈ છે. જ્યારે અગાઉ ન ફાળવાયેલી 5762 બેઠકો સાથે હાલ કુલ 10494 બેઠકો ખાલી છે. જે માટે હવે બીજો રાઉન્ડ હાથ ધરાશે. જિલ્લાવાર પ્રવેશ જોઇએ તો અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 1883 ફાળવાયેલ પ્રવેશોમાંથી 1734 કન્ફર્મ થયા છે અને અમદાવાદ શહેર-કોર્પોરેશન વિસ્તારમાં 13562 ફાળવાયેલ પ્રવેશોમાંથી 12942 કન્ફર્મ થયા છે.