Gujarat

9 તાલુકામાં મેઘરાજાની જોરદાર બેટિંગ, સૌથી વધુ નર્મદાના સાગબારમાં, જાણો લેટેસ્ટ આગાહી

By GS TEAM
24 Jun 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં આ વખતે ચોમાસુ મોડુ પડ્યુ છે ત્યારે પ્રિ મોનસૂન એક્ટિવિટી વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, 23 જૂનના રોજ એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. માહિતી અનુસાર, ડાંગ જિલ્લો અને સૌરાષ્ટ્રનું ગોંડલ વરસાદનું મુખ્ય કેન્દ્ર રહ્યા છે, જ્યાં 2 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. આ સાથે હવામાન વિભાગે નાઉકાસ્ટ હેઠળ આગામી ત્રણ કલાક માટે નવી લેટેસ્ટ આગાહી જાહેર કરી છે જે અનુસાર 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું જ્યારે 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

9 તાલુકામાં મેઘરાજાની જોરદાર બેટિંગ, સૌથી વધુ નર્મદાના સાગબારમાં, જાણો લેટેસ્ટ આગાહી

Gujarat Rain and Weather News : ગુજરાતમાં આ વખતે ચોમાસુ મોડુ પડ્યુ છે ત્યારે પ્રિ મોનસૂન એક્ટિવિટી વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, 23 જૂનના રોજ એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. માહિતી અનુસાર, ડાંગ જિલ્લો અને સૌરાષ્ટ્રનું ગોંડલ વરસાદનું મુખ્ય કેન્દ્ર રહ્યા છે, જ્યાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. આ સાથે હવામાન વિભાગે નાઉકાસ્ટ હેઠળ આગામી ત્રણ કલાક માટે નવી લેટેસ્ટ આગાહી જાહેર કરી છે જે અનુસાર 9 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું હતું જ્યારે 6 જિલ્લામાં વરસાદનું યલો ઍલર્ટ જાહેર કરાયું છે. 

આ જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ 

વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ જિલ્લાઓમાં યલો ઍલર્ટ 

જૂનાગઢ, ભરુચ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદનું યલો ઍલર્ટ જાહેર કરાયું છે.  

છેલ્લા 8 કલાકમાં 9 તાલુકામાં વરસાદ નોંધાયો 

ગાંધીનગરમાં આવેલા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં 3 જિલ્લાના 9 તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ 2.36 ઇંચ વરસાદ નર્મદાના સાગબારામાં અને ડાંગના સુબીર જિલ્લામાં 2.13 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ડાંગ જિલ્લાના ધ ડાંગ અને વઘઈમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. ધ ડાંગમાં 1.81 ઇંચ તો વઘઈમાં 0.79 ઇંચ વરસાદ નોંધાયો હતો. 


સવારે 2 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરાયું હતું  

ગુજરાતના હવામાન વિભાગની નાઉ કાસ્ટ આગાહી અનુસાર સવારના 10 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે આજે રાજ્યના 2 જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં તાપી, નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે બીજી બાજુ ડાંગ, છોટા ઉદેપુર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લા તથા દમણ તથા દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું હતું. 


છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી 

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ વલસાડના ઉંબરગામમાં 4.33 ઇંચ જ્યારે ડાંગના ડાંગ આહ્વામાં 3.07 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેના બાદ રાજકોટના ગોંડલમાં 2.13 તો વલસાડના કપરાડામાં 1.46 અને વાપીમાં 1.42 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે તાપીના ઉકાઈમાં 1.10 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના આંકડા પ્રમાણે કુલ 29 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.