Gujarat

ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 20થી વધુ જિલ્લામાં એલર્ટ

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ બાદ રાજ્યભરમાં વરસાદ યથાવત્ છે. 24 જુલાઈએ 261 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સાંતલપુરમાં 13 ઇંચથી વધુ વરસાદ પડ્યો. હવામાન વિભાગે 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. 25 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 20થી વધુ જિલ્લામાં એલર્ટ

Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ બાદ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમદાવાદ, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 24 જુલાઈ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 261 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 30 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

25 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઓરેન્જ એલર્ટ: વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

યલો એલર્ટ: કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે.

26 જુલાઈની આગાહી

ઓરેન્જ એલર્ટ: ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા ઓરેન્જ એલર્ટ ચાલુ રાખવામાં આવ્યું છે.

યલો એલર્ટ: પાટણ, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, બોટાદ, અમરેલી, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલી વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. જ્યારે કચ્છ અને મોટાભાગનું સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત 'નો વોર્નિંગ' ગ્રીન ઝોનમાં દર્શાવેલ છે.

27 જુલાઈની આગાહી

ઓરેન્જ એલર્ટ: મધ્ય-પૂર્વ ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

યલો એલર્ટ: સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

30 જુલાઈની આગાહી

યલો એલર્ટ: આ દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે. માત્ર દક્ષિણ-પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ રાખવામાં આવ્યું છે.