અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લામાં આગામી 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain Forecast: અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. જેમાં નવસારી, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘતાંડવની સ્થિતિથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અનેક લોકોનું રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. 23 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના 220 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જાણો ક્યાં કેવું રહેશે હવામાન.
અમદાવાદ સહિત 20 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast અનુસાર, 23 જુલાઈ રાત્રે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં રેડ એલર્ટ અને મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

24 જુલાઈની આગાહી
રેડ એલર્ટ: મહીસાગર, પંચમહાલ, દાહોદ.
ઓરેન્જ એલર્ટ: અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી.
યલો એલર્ટ: વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, ડાંગ.
25 જુલાઈની આગાહી
ઓરેન્જ એલર્ટ: સાબરકાંઠા, અરવલ્લી.
યલો એલર્ટ: વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, આણંદ, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી.
26 જુલાઈની આગાહી
ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, સાબરકાંઠા
યલો એલર્ટ: વાવ-થરાદ, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર.
27-28 જુલાઈની આગાહી
યલો એલર્ટ: વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા









