Ahmedabad

ખેડૂતો માટે ખુશખબર : 3 દિવસ રાજ્યના 19 જિલ્લાઓમાં ધમધોકાર વરસાદ, જાણો આગાહી

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ, એટલે કે 28 થી 30 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળશે. 30 જૂને મધ્ય ગુજરાતના મહિસાગર, પંચમહાલ સહિત 11 જિલ્લામાં પણ વરસાદનું જોર વધશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેડૂતો માટે ખુશખબર : 3 દિવસ રાજ્યના 19 જિલ્લાઓમાં ધમધોકાર વરસાદ, જાણો આગાહી

Gujarat Rain Forecast Weather Department : ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે, ત્યારે આગામી ૩ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ એટલે કે 28 જૂનથી 30 જૂન સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તારીખ પ્રમાણે કયા જિલ્લામાં કેવું રહેશે વરસાદનું જોર?

28 જૂન: આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે એન્ટ્રી

હવામાન વિભાગની આગાહી અનુસાર, 28 જૂનના રોજ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથ જિલ્લામાં પણ વરસાદ પડવાની સંભાવના છે.

29 જૂન: વરસાદી માહોલ રહેશે યથાવત

29 જૂનના રોજ પણ રાજ્યમાં વરસાદનું જોર ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથ જિલ્લાના વિસ્તારોમાં પણ મેઘરાજા ધમધમશે.

30 જૂન: વરસાદનું જોર વધશે, વધુ 11 જિલ્લાઓ એલર્ટ પર

30 જૂનના રોજ ગુજરાતમાં વરસાદનો વ્યાપ વધશે અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોને મેઘરાજા આવરી લેશે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આ દિવસે મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને પણ અસર કરી શકે છે. જેમાં મધ્ય ગુજરાતના મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીરસોમનાથ અને બોટાદ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.

હવામાન વિભાગની આ આગાહીને પગલે તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે, અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.