Gujarat

લોકરક્ષક કેડર ભરતી: LRD ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય ઉમેદવારોની યાદી જાહેર

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાત પોલીસે 14 જૂન, 2026ના રોજ લેવાયેલી LRD લેખિત પરીક્ષાના ગુણ 11 જુલાઈ, 2026ના રોજ જાહેર કર્યા હતા. હવે 14 ઑગસ્ટે લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા 18322 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. ઉમેદવારો વધુ માહિતી ભરતી બોર્ડની વેબસાઇટ પરથી મેળવી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

લોકરક્ષક કેડર ભરતી: LRD ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય ઉમેદવારોની યાદી જાહેર

GPRB Lok Rakshak Cadre Qualified Candidates List: ગુજરાત પોલીસ હેઠળ ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની 14 જૂન, 2026ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાના ગુણ ગત 11 જુલાઈ, 2026ના રોજ જાહેર કર્યા હતા. ભરતી બોર્ડે શુક્રવારે(14 ઑગસ્ટે) લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

image.png

LRD ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય ઉમેદવારોની યાદી જાહેર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અનુસારુ, લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાનું મેરિટ જાહેર કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 12733 ખાલી જગ્યા માટે પ્રથમ તબક્કામાં કુલ 18322 ઉમેદવારો ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય થયા છે. ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in/ વધુ માહિતી મેળવી શકશે.

ડૉક્યુમેન્ટ વેરિફિકેશ માટે કેટેગરી વાઇઝ કટ-ઑફ

image.png

2.63 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી

રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે 14 જૂને 879 શાળા/કૉલેજોમાં 2.63 લાખથી વધુ ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાઈ હતી. લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષાનું પરિણામ ગત 2 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1.73 લાખથી વધુ પુરુષ ઉમેદવાર અને કુલ 89,405 મહિલા ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થયા હતા. આમ કુલ 2,63,345 લાખથી વધુ ઉમેદવારોએ LRDની લેખિત પરીક્ષા આપી હતી.

લોકરક્ષક કેડર (Lok Rakshak Cadre) - કુલ 12,733 જગ્યા

  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
  • હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
  • હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
  • જેલ સિપાહી (પુરુષ): 300
  • જેલ સિપાહી (મહિલા /મેટ્રન): 31