Gujarat

BREAKING: ગુજરાત પોલીસ ભરતીનું શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર, 1.10 લાખ ઉમેદવારો પાસ, 19 એપ્રિલે લેખિત પરીક્ષા

By GS TEAM
25 Feb 20261 min read
TukuTouch Logo
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ (PSI) અને લોકરક્ષક(LRD) કેડરની ભરતી પ્રક્રિયાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભરતી બોર્ડ દ્વારા આજે(25 ફેબ્રુઆરી) શારીરિક કસોટીનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

BREAKING: ગુજરાત પોલીસ ભરતીનું શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર, 1.10 લાખ ઉમેદવારો પાસ, 19 એપ્રિલે લેખિત પરીક્ષા

Gujarat Police Bharti Physical Test Result: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ (PSI) અને લોકરક્ષક(LRD) કેડરની ભરતી પ્રક્રિયાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભરતી બોર્ડ દ્વારા આજે(25 ફેબ્રુઆરી) શારીરિક કસોટીનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે.

શારીરિક કસોટીમાં 1.10 લાખથી વધુ ઉમેદવારો પાસ

ભરતી બોર્ડની અખબારી યાદી મુજબ, શારીરિક કસોટીમાં કુલ 1,10,665 ઉમેદવારો સફળ થયા છે. પાસ થયેલા ઉમેદવારોનું વિભાજન નીચે મુજબ છે:

પુરુષ ઉમેદવારો: 74,591

મહિલા ઉમેદવારો: 36,074

આ પણ વાંચો: અમદાવાદમાં આવેતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર

લેખિત પરીક્ષાની સંભવિત તારીખ

શારીરિક કસોટીમાં પાસ થયેલા આ તમામ ઉમેદવારો હવે લેખિત પરીક્ષામાં બેસશે. બોર્ડના જણાવ્યા અનુસાર, લેખિત પરીક્ષા 19 એપ્રિલ, 2026 ના રોજ યોજવાની પૂરેપૂરી સંભાવના છે. ઉમેદવારોને અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દેવા સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પરથી મળી રહેશે.


આ ભરતી પ્રક્રિયા (જાહેરાત ક્રમાંક: GPRB/202526/1) અંતર્ગત 10 લાખથી વધુ ફોર્મ કન્ફર્મ થયા હતા.

રાજ્યના 15 અલગ-અલગ ગ્રાઉન્ડ પર 21 ફેબ્રુઆરી, 2026થી શારીરિક કસોટી શરૂ કરવામાં આવી હતી.

શરૂઆતના તબક્કે 3,93,558 ઉમેદવારો (જેમાં PSI અને બંને કેડરના ઉમેદવારો સામેલ હતા)ની કસોટી લેવામાં આવી હતી.

ઉમેદવારો પોતાનું વ્યક્તિગત પરિણામ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકે છે.

પુરુષ ઉમેદવારનું પરિણામ જોવા અહીં ક્લિક કરો

મહિલા ઉમેદવારનું પરિણામ જોવા અહીં ક્લિક કરો

માજી સૈનિક ઉમેદવારનું પરિણામ જોવા અહીં ક્લિક કરો