ગુડ ન્યૂઝ : ગુજરાત પોલીસ વિભાગમાં 13591 જગ્યા માટે સીધી ભરતીની સત્તાવાર જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Police Recruitment 2025: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે અત્યંત સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે શુક્રવારે પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર, 2025થી OJAS પોર્ટલ પર શરૂ થશે.

કુલ જગ્યાઓ અને કેડર મુજબ વિગતો
•પીએસઆઈ કેડર (PSI Cadre) - કુલ 858 જગ્યાઓ
•બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659
•હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129
•જેલર ગ્રુપ 2- 70
• લોકરક્ષક કેડર (Lokrakshak Cadre) - કુલ 12,733 જગ્યાઓ
•બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
•હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
•હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
•જેલ સિપાહી (પુરુષ): 300
•જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31
અરજી કેવી રીતે કરવી?
•અરજી કરવા ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.inની મુલાકાત લેવી.
• 3/12/ 2025 બપોરે 2 વાગ્યે અરજીની શરૂઆત થશે.
•અરજી કરવાની છેલ્લી તારીખ: 23/12/2025ના રોજ રાતે 11:59 વાગ્યા સુધી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ લેવાની ભરતીની પ્રક્રિયા પૂર્ણ થયા હોવા છતાં કોસ્ટેબલ સંવર્ગના એલઆરની મેરીટની જાહેરાત કે તેમની ટ્રેનિંગની જાહેરાત કરવામાં આવી નથી. હજુ અગાઉની ભરતીની પીએસઆઈનું મેરીટ પણ બાકી છે. જેના કારણે હવે ઉમેદવારોએ તૈયારી કરવામાં પણ મૂંઝવણ સામે આવી શકે એમ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એકદમ ધીમી ગતિએ કરવામાં આવતી પોલીસ ભરતીની પ્રક્રિયાને કારણે યુવાઓમાં ઉત્સાહની કમી પણ જોવા મળે છે.









