Get The App

ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય, તલાટી અને જુનિયર ક્લાર્ક સહિત 111 કર્મચારીઓની આંતર જિલ્લા બદલી

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય, તલાટી અને જુનિયર ક્લાર્ક સહિત 111 કર્મચારીઓની આંતર જિલ્લા બદલી 1 - image


Gujarat Panchayat Department Transfers: રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત સેવા સંવર્ગના કર્મચારીઓ હિતમાં એક મહત્ત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સચિવાલય ખાતેથી જાહેર કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા પંચાયત સેવાના કુલ 111 કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી બદલીની રાહ જોતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

તલાટી, જુનિયર ક્લાર્ક અને સ્ટાફ નર્સ સહિતની કેડરનો સમાવેશ

22મી મે 2026ના રોજ પંચાયત વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, વિવિધ વર્ગના કર્મચારીઓની બદલીઓ વહીવટી અનુકૂળતા અને નિયમોને આધીન કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ, ગ્રામ સેવકની બદલી કરાઈ છે.

ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય, તલાટી અને જુનિયર ક્લાર્ક સહિત 111 કર્મચારીઓની આંતર જિલ્લા બદલી 2 - image

ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય, તલાટી અને જુનિયર ક્લાર્ક સહિત 111 કર્મચારીઓની આંતર જિલ્લા બદલી 3 - image

ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય, તલાટી અને જુનિયર ક્લાર્ક સહિત 111 કર્મચારીઓની આંતર જિલ્લા બદલી 4 - image

સરકારના કડક આદેશ અનુસાર, બદલી પામેલા તમામ 111 કર્મચારીઓએ તાત્કાલિક અસરથી પોતાના નિયત કરાયેલા નવા જિલ્લામાં ફરજ પર હાજર થવાનું રહેશે. હાલમાં જે-તે જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા આ કર્મચારીઓને વહેલી તકે મુક્ત કરવાની જવાબદારી સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓને સોંપવામાં આવી છે.