| ફાઇલ તસવીર |
Gujarat NDPS Cases: ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ અને નશીલા પદાર્થોના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસના વહીવટી વિભાગ દ્વારા NDPS એક્ટ હેઠળ પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા રાજ્યના 52 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને 'આઉટ ઓફ ટર્ન' (સમય પહેલા/નિયમ બાહ્ય) પ્રમોશન આપવાની તૈયારી વિભાગે કરી છે.
સંબંધિત પોલીસ વડાઓને વિગતો મોકલવા આદેશ કરવામાં આવ્યા
પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) દ્વારા આ અંગે તમામ સંબંધિત પોલીસ વડાઓ પાસે તાત્કાલિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. પોલીસ ભવન ખાતેથી બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર અનુસાર, અગાઉ 16 જૂન 2026ના રોજ આ અંગેની કામગીરીની વિગતો મંગાવવામાં આવી હતી. યાદીમાં સામેલ 52 પોલીસકર્મીઓ વિરૂદ્ધ હાલમાં કોઈ ખાતાકીય તપાસ, કોર્ટ કેસ, વિજીલન્સ તપાસ કે કોઈ શિક્ષાની અમલવારી ચાલુ અથવા બાકી છે કે કેમ, તેની ચોક્કસ માહિતી આધાર-પુરાવા સાથે 22 જૂન 2026ના બપોરે 14.00 વાગ્યા સુધીમાં ઈમેઈલ દ્વારા મોકલી આપવા કડક આદેશ કરાયા છે.
સૌથી વધુ ATS અમદાવાદના અધિકારીઓ
આ આઉટ ઓફ ટર્ન બઢતીની યાદીમાં સૌથી વધુ ATS અમદાવાદના અધિકારીઓ અને જવાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહીસાગર, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગીર સોમનાથ, વડોદરા ગ્રામ્ય, અને સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગર જેવા જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની પણ 'આઉટ ઓફ ટર્ન' બઢતી માટે પસંદગી કરવામાં આવી છે. જુઓ યાદી




