Get The App

ગુજરાતમાં એક લાખની વસતીએ 1700ની જરૂરિયાત છતાં 318 જ મનોચિકિત્સક ઉપલબ્ધ

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં એક લાખની વસતીએ 1700ની જરૂરિયાત છતાં 318 જ મનોચિકિત્સક ઉપલબ્ધ 1 - image


Gujarat mental health crisis : અદ્યતન જીવનશૈલી, ગળાકાપ સ્પર્ધાના આ યુગમાં માનસિક રોગની સમસ્યા ધરાવતા દર્દીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં જ ડિપ્રેશન-બેચેનીના કેસમાં બમણો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. મનોરોગીઓ સતત વધી રહ્યા હોવા છતાં ગુજરાતમાં 1 લાખની વસતીએ 1700ને બદલે 318 મનોચિકિત્સકો ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની 2 કંપની પર ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા ટીમનું ચેકિંગ

હાલ માનસિક સમસ્યા સાથે રોજના 400થી વધુ દર્દીઓનો ઘસારો 

ગુજરાતમાં કોવિડ અગાઉ એટલે કે, 2019-20 માં ડિપ્રેશનની સમસ્યા ધરાવતા દર્દીઓનું પ્રમાણ 1.02  લાખ હતું અને તે 2024-25 માં વધીને 2.08 લાખ થઈ ગયું છે. આજ રીતે એક્ઝાઈટી એટલે કે બેચેનીની સમસ્યા ધરાવતા દર્દીઓ પાંચ વર્ષ અગાઉ 97900 હતા અને તે હવે વધીને 1.81 લાખને પાર થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદની સરકારી માનસિક આરોગ્યની હોસ્પિટલમાં હાલ માનસિક સમસ્યા સાથે રોજના 400થી વધુ દર્દીઓ આવે છે. પાંચ વર્ષ અગાઉ દરરોજ સરેરાશ 200 જેટલા દર્દી આવતા હતા.

ક્રમ

નિષ્ણાત

જરુરિયાત

01

મનોચિકિત્સકો

318

02

માનસિક સ્વા. શિક્ષક

242

03

નિદાન કરતા મનોવિજ્ઞાનિક

14

04

માનસિક. સ્વા.માં પ્રશિક્ષિત નર્સ

936

05

ડીએનપી નર્સ

39

06

મનોરોગ સામાજિક કાર્યકર્તા    

58

07

વ્યાવસાયિક મનોવિજ્ઞાનિક

499











પરીક્ષા વખતે આ કોલ્સમાં પણ વધારો

વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ પ્રમાણે પ્રત્યેક 1 લાખની વસતીએ 1700 મનોચિકિત્સકો, 700 નિદાન કરી શકે તેવા મનોવૈજ્ઞાનિકો, 700 મનોરોગ સામાજિક કાર્યકર્તા, 3800 મનોરોગ નર્સ અનિવાર્ય છે. પરંતુ ગુજરાતમાં હાલ 1700ની જરૂરિયાતની સામે 318  જ મનોચિકિત્સકો ઉપલબ્ધ છે. માનસિક રોગની સમસ્યા ધરાવતા દર્દીઓના કાઉન્સિલિંગ માટે સરકારની 'માનસ' હેલ્પલાઈનમાં હાલ દરરોજના સરેરાશ 200 કોલ્સ આવે છે. પરીક્ષા વખતે આ કોલ્સમાં પણ વધારો થઈ જતો હોય છે.

આ પણ વાંચો: ધોળકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર બહાર જોખમી મેડિકલ વેસ્ટનો નિકાલ

નિષ્ણાતોના મતે, અદ્યતન જીવનશૈલી-દેખાદેખી જેવા પરિબળોને કારણે હવે ટિનેજર્સ અને યુવાનોમાં માનસિક સમસ્યાનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત અગાઉની સરખામણીએ હવે લોકોમાં જાગૃતિ પણ આવી છે અને માનસિક સમસ્યા જણાય તો તેઓ તુરંત નિષ્ણાતનો સંપર્ક કરે છે અને આ કારણે પણ દર્દીઓમાં વધારો જોવા મળે છે.

Tags :