ધોળકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર બહાર જોખમી મેડિકલ વેસ્ટનો નિકાલ

જવાબદાર
સામે કાર્યવાહી કરવા માંગ
જાહેર
આરોગ્ય અને પર્યાવરણ માટે જોખમી કચરો ફેંકતા તત્વો વિરૃદ્ધ કડક કાર્યવાહીની ઉગ્ર
માંગણી
બગોદરા -
ધોળકા શહેરના મુખ્ય માર્ગ પર આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર
(સીએચસી)ની બહાર જ સરકારી હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ બેદરકારીપૂર્વક ખુલ્લામાં ફેંકી
દેવામાં આવતા સ્થાનિકોમાં અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ગંભીર ઘટનાએ
લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની આશંકાઓ જન્માવી છે.
ધોળકા
સામુહિક આરોગ્ય કેન્દ્ર સામેજ સિરીંજ,
પાટા-પિંડી, દવાઓની ખાલી બોટલો, ગ્લોવ્ઝ અને અન્ય સંક્રમિત કચરો જાહેર રસ્તાની નજીક ખુલ્લામાં ફેંકવામાં
આવ્યો હતો. મેડિકલ વેસ્ટને યોગ્ય રીતે નિકાલ કરવાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું
છે.
આ
રીતે જાહેર રસ્તા પર મેડિકલ વેસ્ટ ફેંકવો એ ખૂબ જ જોખમી બાબત છે. આવા સંક્રમિત
કચરાથી સ્થાનિકોમાં, ખાસ કરીને બાળકો અને રસ્તા પર અવરજવર કરતા લોકોમાં, ચેપી
રોગો ફેલાવવાનો ખતરો વધી જાય છે. આ કચરો પર્યાવરણને પણ દૂષિત કરે છે.
આ
ગંભીર બેદરકારી સામે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી સ્થાનિકોની અને
સામાજિક કાર્યકર્તાઓની માંગ છે. આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)
અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવે અને જે કોઈ જવાબદાર હોય
તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા
બેજવાબદાર કૃત્યોનું પુનરાવર્તન ન થાય. ?આરોગ્ય વિભાગ અને જીપીસીબ આ મામલે શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી
છે.