Gujarat

સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત

By GS TEAM
20 May 20261 min read
TukuTouch Logo
ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ દ્વારા આજે બુધવારે વિધાનસભા સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નાણાકીય અને બિન નાણાકીય સમિતિઓમાં પ્રમુખ અને સભ્યોની નિમણૂક કરાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત

ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ દ્વારા આજે બુધવારે વિધાનસભા સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 4 નાણાકીય અને 14 બિન નાણાકીય સમિતિઓમાં પ્રમુખ અને સભ્યોની નિમણૂક કરાઈ છે.

કોને શું જવાબદારી?

અંદાજ સમિતિમાં સી. જે. ચાવડા (26-વિજાપુર), જાહેર હિસાબ સમિતિ, પંકજ દેસાઈ (116-નડીયાદ), જાહેર સાહસો માટેની સમિતિ રમણલાલ વોરા (28-ઈડર), પંચાયતી રાજ સમિતિમાં ઉદય કાનગડ (68-રાજકોટ- પૂર્વ)ની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે બિન નાણાકીય સમિતિમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર સહિત અને નેતાઓને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. 



નાણાકીય સમિતિઓ સરકારના નાણાકીય ખર્ચ, અંદાજપત્ર અને સરકારી આવક-ખર્ચ પર દેખરેખ રાખવાનું મુખ્ય કાર્ય કરે છે. જ્યારે બિન-નાણાકીય સમિતિઓ:આ સમિતિઓ સામાન્ય વહીવટી પ્રક્રિયા, કાયદાકીય કામકાજ અને ગૃહની આંતરિક બાબતોનું સંચાલન કરે છે. જે બાદ આ સમિતિઓ પોતાના અહેવાલ તૈયાર કરીને વિધાનસભાના સભાગૃહ સમક્ષ રજૂ કરે છે. જુઓ યાદી