Gujarat
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત વિરુદ્ધ દાખલ અરજી સામે ગુજરાત હાઈકોર્ટે ચાર્જશીટ ના કરવા આદેશ આપ્યો
By GS Team
23 Feb 20221 min read
This article was originally published on 23 Feb 2022

અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર
ચોટીલા પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત રાજ્યના અધ્યક્ષ રાજ શેખાવત સામે દાખલ થયેલ એફ. આઇ. આર. ને રદ કરવા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અરજીની સુનાવણી એડવોકેટ મારફતે કરાવતા ન્યાય મૂર્તિએ સરકાર અને પોલીસ સામે નોટિસ કાઢવાનો હુકમ ફરમાવી પોલીસને ગુજરાત હાઈકોર્ટની પરવાનગી લીધા વગર ચાર્જશીટ ના કરવા આદેશ કર્યો છે.
આ હુકમ આવ્યા બાદ રાજ શેખાવતે જણાવ્યુ કે આ હુકમ હું માનભેર આવકારું છું અને ગુજરાત હાઈકોર્ટનો આભાર વ્યક્ત કરું છું મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે મને વડી અદાલતથી ન્યાય જરૂર મળશે.




