જાહેરનામા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા પૂરતા નહીં, તેને લોકો સુધી પહોંચાડો : ગુજરાત હાઈકોર્ટનું ફરમાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ગેરકાયદે હથિયારો, સ્ફોટક પદાર્થો સાથે નીકળવા સહિતના પ્રતિબંધો લાદતા ક્રિમિનલ પ્રોસીઝર કોડ-1973ની કલમ-144 (હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-233ની કલમ-163) અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- કલમ 37(1) હેઠળ શહેર પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામાને રદબાતલ ઠરાવ્યા હતા.
આ પ્રકારના જાહેરનામાં લોકોનો મૂળભૂત અધિકારોના ભંગ સમાનઃ કોર્ટ
જસ્ટિસ એમ.આર.મેંગડેએ પોતાના ચુકાદામાં સત્તાધીશોના આ પ્રકારના જાહેરનામાને લોકાના મૂળભૂત અધિકારોના -ભંગ સમાન ગણાવ્યા હતા. વધુમાં, હાઇકોર્ટે ભવિષ્યમાં આ પ્રકારના જાહેરનામાં જાહેર કરતાં પહેલાં તેની સોશિયલ મીડિયા, માસ કોમ્યુનિકેશન્સ સહિત સંબંધિત તમામ માધ્યમો મારફતે આવા જાહેરનામાઓની પૂરતી અને યોગ્ય પ્રસિદ્ધિ કરવા પણ સત્તાધીશોને ફરમાન કર્યું હતું. હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આવા જાહેરનામા કાયમી ધોરણે લાગુ ના હોય શકે.
કલમ 144 છેલ્લાં વિકલ્પ તરીકે જ લાગુ કરવો
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, સતત આદેશો જારી કરીને, સત્તાધીશો કલમ-144 હેઠળ નિર્ધારિત જાહેરનામા બે મહિનાની મહત્તમ સમમર્યાદા કરતાં વધુ સમય માટે પ્રતિબંધોને ચાલુ રાખ્યા હતા., જે દેખીતી રીતે કાયદાકીય જોગવાઈઓને ટાળવાના પ્રયાસ સમાન કહી શકાય. . હાઇકોર્ટે સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાને ટાંકતા સ્પષ્ટ કર્યું કે, કલમ-144 હેઠળના આદેશો કે પ્રતિબંધો માત્ર તાકીદની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે છે અને સત્તાધીશોએ તેને છેલ્લા વિકલ્પ તરીકે જ લાગુ કરવો જોઇએ.
નાગરિકોને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર
હાઇકોર્ટે ગંભીર અવલોકનો કરતાં જણાવ્યું કે, આ પ્રકારની પ્રથા અને જાહેરનામાંઓ નાગરિકોના વિરોધ કરવાના અધિકારોને અસર કરે છે. તેથી આ પ્રકારના જાહેરનામા જાહેર કરતાં પહેલા તેની બહોળી અને પૂરતી પ્રસિદ્ધિ ખાસ કરીને લોકો સુધી તેની જાણકારી હોય તે સહિતની પ્રક્રિયાનું અનુસરણ કરવુ ખૂબ જરૂરી હોવાથી સત્તાધીશોએ ભવિષ્યમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું અને તેની અમલવારી કરવી. સત્તાધીશો દ્વારા સતત, પુનરાવર્તિત અને ઘણીવાર કારણ વિના આ પ્રકારના જાહેરનામાના ઉપયોગ અને મનસ્વી કાર્યવાહીને નાગરિકોના મૂળભૂત અધિકાર ખાસ કરીને કાયદાકીય રીતે અને શાંતિપૂર્ણ વિરોધ કરવાનાના અધિકારના ઉલ્લંઘન સમાન ગણાવ્યા હતા. હાઇકોર્ટે સત્તાવાળાઓને કડક તાકીદ કરતાં જણાવ્યું કે, કલમ 144 હેઠળની સત્તાઓનો આશરો અન્ય ઉપલબ્ધ શાંતિ જાળવવાના પગલાં નિષ્ફળ ગયા પછી, છેલ્લા ઉપાય તરીકે જ લેવો જોઈએ.
આ પણ વાંચોઃ અમદાવાદમાં બ્રિજ-રોડની કામગીરી માટે 273 લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવાની શરૂઆત
સત્તાવાર ગેઝેટમાં જાહેરનામું જાહેર કરવું પૂરતું નથીઃ HC
વળી, વર્તમાન યુગમાં માત્ર સત્તાવાર ગેઝેટમાં કે તેમના લેવલે આવા જાહેરનામા કે આદેશો જારી કરી દેવા એ પૂરતું નથી. કારણ કે, હોતા નથી. તેથી હાઇકોર્ટે ભવિષ્યમાં આવા આદેશો કે જાહેરનામાં જારી કરતાં પહેલાં ફરજિયાતપણે તેના વ્યાપક પ્રચાર, સોશિયલ મીડિયા અને માસ કોમ્યુનિકેશન, સંદેશા સામાન્ય માણસને તે સરળતાથી ઉપલબ્ધ વ્યવહારના તમામ માધ્યમો સહિતના તમામ પ્લેટફોર્મ મારફતે આવા આદેશો અને જાહેરનામાઓની પૂરતી અને બહોળી પ્રસિદ્ધિ સત્તાધીશોએ કરવાની રહેશે.









