Gujarat

ગુજરાતની તમામ આશ્રમ શાળામાં શિક્ષકોની ભરતી મામલે નિયમો ઘડવા હાઇકોર્ટની સૂચના

By GS TEAM
17 Jun 20261 min read
TukuTouch Logo
રાજયભરની આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતી અને લાભ મામલે સરકારની નીરસતા સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને કેટલીક કડક સૂચનાઓ આપી છે. જેમાં હાઈકોર્ટે સરકારને વૈધાનિક નિયમો ઘડવા 3 સપ્તાહનો સમય આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતની તમામ આશ્રમ શાળામાં શિક્ષકોની ભરતી મામલે નિયમો ઘડવા હાઇકોર્ટની સૂચના

Gujarat High Court Ashram Shala Teacher Recruitment: રાજયભરની આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતી અને લાભ મામલે સરકારની નીરસતા સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને કેટલીક કડક સૂચનાઓ આપી છે. જેમાં હાઇકોર્ટે સરકારને વૈધાનિક નિયમો ઘડવા 3 સપ્તાહનો સમય આપ્યો છે.

આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતી મામલે વૈધાનિક નિયમો ઘડવા હાઇકોર્ટની સૂચના 

આશ્રમ શાળાનાં શૈક્ષણિક સ્ટાફને સરકારી સ્કૂલોની જેમ જ પસંદગી કરવા આદેશ કરવામાં આવ્યો છે. તમે સારા શિક્ષકોની ભરતી સરકારી સ્કૂલના શિક્ષકોની જેમ જ કરશો. યોગ્ય શિક્ષકની નિમણુંક કરવાની રહેશે. વધુ સુનાવણી આગામી 3 સપ્તાહ બાદ થશે.

હાઇકોર્ટે સરકારને એવી ટકોર કરી છે કે, આશ્રમ શાળા ચલાવવા માટે તમે નાણાં આપી રહ્યા છો તો તમારી ફરજ છે કે તમારું નિયત્રંણ તેના પર હોવું જોઇએ. આઉટ સોર્સિંગથી શિક્ષકોની ભરતી કરવાની મંજૂરી આપીએ છીએ તેનો મતલબ એ નથી કે ગેરલાયક શિક્ષકોની ભરતી કરીને કોર્ટના આદેશનું પાલન કરવાનો સંતોષ માની લેવો.

આશ્રમ શાળાઓમાં સારા શિક્ષકો હોવા જોઇએ. ભરતી અને પસંદગીની પ્રક્રિયા બંનેમાં શિક્ષકોના લાયકાત માટે વૈધાનિક નિયનો ઘડવા પડશે. ફરજિયાત શિક્ષણના અધિકાર ઍકટ હેઠળ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક બંને સ્ટાફની ભરતી કરવી પડશે.