Gujarat

કોરોનાની ગતિમાં સાધારણ ઘટાડો : ૨૧,૨૨૫ નવા કેસ : ૧૬ના મૃત્યુ

By GS Team
21 Jan 20223 mins read
This article was originally published on 21 Jan 2022
કોરોનાની ગતિમાં સાધારણ ઘટાડો :   ૨૧,૨૨૫  નવા કેસ  : ૧૬ના મૃત્યુ

અમદાવાદ, શુક્રવાર

ગુજરાતમાં ત્રણ દિવસથી કોરોનાના કેસમાં થઇ રહેલા વિક્રમી ઉછાળામાં આખરે 'બ્રેક' લાગી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૧,૨૨૫ નવા કેસ નોંધાયા છે. જોકે, કોરોનાથી થઇ રહેલા મૃત્યુના કેસમાં વધારાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૬ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. ગત વર્ષની ૧૬ જૂન બાદ રાજ્યમાં નોંધાયેલો આ સૌથી ઊંચો દૈનિક મરણાંક છે. જાન્યુઆરી માસના ૨૧ દિવસમાં જ રાજ્યમાં કોરોનાના ૧,૯૧,૦૩૮ કેસ નોંધાયા છે જ્યારે ૯૭ વ્યક્તિના મૃત્યુ થયા છે. 

છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં ૮૬૨૭-ગ્રામ્યમાં ૧૭૭ સાથે ૮,૮૦૪ નવા કેસ સામે આવ્યા હતા. આમ, અમદાવાદમાં પણ ગુરુવારની સરખામણીએ કોરોનાના કેસમાં સાધારણ ઘટાડો સામે આવ્યો છે. વડોદરા શહેરમાં ૨૪૩૨-ગ્રામ્યમાં ૪૦૯ સાથે ૨૮૪૧, સુરત શહેરમાં ૨૧૨૪-ગ્રામ્યમાં ૪૫૨ સાથે ૨૫૭૬, રાજકોટ શહેરમાં ૧૫૦૨-ગ્રામ્યમાં ૨૫૨ સાથે ૧૭૫૪ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાંથી અન્યત્ર ગાંધીનગર શહેરમાં ૬૧૨-ગ્રામ્યમાં ૨૦૩ સાથે ૮૧૫, ભાવનગર શહેરમાં ૪૦૪-ગ્રામ્યમાં ૩૬ સાથે ૪૪૦, જામનગર શહેરમાં ૩૩૦-ગ્રામ્યમાં ૧૧૦ સાથે ૪૪૦, ભરૃચમાં ૪૧૨, વલસાડમાં ૩૮૦, આણંદમાં ૩૪૩, મહેસાણામાં ૩૧૪, નવસારીમાં ૨૮૫, મોરબીમાં ૨૫૧, પાટણમાં ૨૧૬, કચ્છમાં ૨૦૬, બનાસકાંઠામાં ૧૭૯, અમરેલીમાં ૧૩૫, સાબરકાંઠામાં ૧૧૨, ખેડામાં ૧૧૮, સુરેન્દ્રનગરમાં ૧૦૩, તાપીમાં ૭૬, દાહોદમાં ૬૯, જુનાગઢ શહેરમાં ૫૬-ગ્રામ્યમાં ૧૩ સાથે ૬૯, પોરબંદરમાં ૬૧, દેવભૂમિ દ્વારકા-પંચમહાલમાં ૫૫, ગીર સોમનાથમાં ૩૭, નર્મદામાં ૩૬, અરવલ્લીમાં ૧૮, મહીસાગરમાં ૧૬, બોટાદ-છોટા ઉદેપુરમાં ૭, ડાંગમાં પાંચ નવા કેસ સામે આવ્યા હતા.

આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૧૦,૨૨,૭૮૮ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૮, સુરત-વડોદરામાંથી ૨, ખેડા-ભાવનગરમાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૨૧૫ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૨૫૪ દર્દી  કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૯૫,૭૩૦ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૮૭.૫૮% છે.

રાજ્યમાં હાલ ૧,૧૬,૮૪૩ એક્ટિવ કેસ છે જ્યારે ૧૭૨ દર્દી વેન્ટિલેટર પર છે. ૧૪ જાન્યુઆરીએ રાજ્યમાં ૫૫૭૯૮ એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં બમણાથી વધુનો વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨,૧૦,૬૦૦ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે ૯.૬૦ કરોડ છે.

 

છેલ્લા ૨૪ કલાકમાં કયા જિલ્લામાં કોરોનાના વધુ નવા કેસ?

જિલ્લો            નવા    એક્ટિવ

અમદાવાદ     ૮,૮૦૪   ૪૩,૮૮૩

વડોદરા        ૨,૮૪૧   ૧૩,૩૭૪

સુરત          ૨૫૭૬   ૨૬,૧૪૧

રાજકોટ       ૧,૭૫૪     ૭,૬૫૩

ગાંધીનગર      ૮૧૫    ૩,૫૭૪

ભાવનગર      ૪૪૦   ૨,૯૮૩

જામનગર      ૪૪૦   ૨,૪૦૧

ભરૃચ           ૪૧૨  ૧,૫૦૯

વલસાડ        ૩૮૦   ૨,૩૪૫

આણંદ         ૩૪૩   ૧,૪૫૬

 

ખાનગી હોસ્પિટલોમાં ૨૫ દર્દીઓ વેન્ટિલેટર પર : ૩ દિવસમાં ૩ ગણો વધારો

અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓના આંકમાં એક જ દિવસમાં ૨૭ દર્દીનો ઉમેરો થયો છે. હાલમાં ૩૦૨ દર્દીઓ કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં છે. ખાનગી હોસ્પિટલોમાં આઇસોલેશનમાં ૧૬૭, એચડીયુમાં ૯૨, આઇસીયુ-વેન્ટિલેટર વિનામાં ૧૮ જ્યારે ૨૫ દર્દી વેન્ટિલેટર પર છે. ૧૯ જાન્યુઆરીએ વેન્ટિલેટરના દર્દીઓનો આંક ૭ હતો. આમ, ત્રણ દિવસમાં વેન્ટિલેટર પરના દર્દીઓમાં ત્રણ ગણાથી વધુનો વધારો થયો છે.