સરકારી નોકરીની સુવર્ણ તક, GSSSB દ્વારા 5000થી વધુ પદ માટે ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat-gsssb-class-3-clerk-bharti-2026 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહુપ્રતિક્ષિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ-3 ક્લાર્કની પોસ્ટ માટે ગ્રૂપ-A તથા ગ્રૂપ-Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) જાહેર થઈ છે, જેમાં કુલ 5 હજારથી પણ વધુ પદો માટે ભરતી હાથ ધરવામાં આવશે. આ અંતર્ગત ગ્રૂપ-Aમાં સમાજ કલ્યાણ નિરીક્ષક, કાર્યાલય અધિક્ષક, કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી), હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેવા પદો માટે કુલ 2365 જગ્યાઓ જાહેર કરાઈ છે. જ્યારે ગ્રૂપ-Bમાં જુનિયર ક્લાર્કની કુલ 3005 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
જાહેરાતમાં સરકાર દ્વારા જગ્યા વધારવા અથવા તો ઘટાડવા માટે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ઉપરાંત સામાન્ય કેટેગરીના પુરૂષ તથા મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત અનામત શ્રેણીના ઉમેદવારોને નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવી છે.
શું હશે પગારધોરણ?
આ ઉપરાંત પગાર અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જેના અતર્ગત હેડક્લાર્ક અને સમાજ કલ્યાણ નિરીક્ષકને 40,800 સીનિયર ક્લાર્ક, કલેક્ટર કચેરીના ક્લાર્ક, જુનિયર ક્લાર્કને 26000 અને કાર્યાલય અધિક્ષકને 49,600 રૂપિયાનો પગાર મળવા પાત્ર છે. આ ઉપરાંત ભરતી માટે હવે શૈક્ષણિક યોગ્યતા 12 પાસથી વધારીને ગ્રેજ્યુએટ કરવામાં આવી છે. જેથી ભરતી માટેની લઘુતમ યોગ્યતા ગ્રેજ્યુએશન રહેશે.
ફીમાં વધારો પરંતુ રિફંડેબલ
આ ઉપરાંત હવે દરેક વર્ગના વ્યક્તિ માટે ન માત્ર ફી ફરજિયાત કરવામાં આવી છે પરંતુ ફીમાં વધારો પણ કરવામાં આવ્યો છે. બિન અનામત વર્ગના ઉમેદવારે 500 રૂપિયા ફી જ્યારે તમામ કેટેગરીની મહિલા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતી સહિતના તમામ અનામત વર્ગના ઉમેદવારોએ 400 રૂપિયા પરીક્ષા ફી ચૂકવવી પડશે. જો કે પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારને આ ફી પરત મળી જશે.
પરીક્ષાનો સિલેબસ
આ ઉપરાંત પ્રાથમિક પરીક્ષા માટે સિલેબસ પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અંગ્રેજી 15 માર્ક, ગુજરાતી 15 માર્ક, જનરલ અવેરનેસ અને કરન્ટ અફેર 30 માર્ક, ક્વેન્ટેટિવ એપ્ટીટ્યુડ 30 માર્ક અને રિઝનીંગ 60 માર્ક સાથે કુલ 150 માર્કની પરીક્ષા હશે. પ્રથમ પરીક્ષામાં 40 ટકાથી વધારે માર્ક મેળવનાર ઉમેદવાર બીજી પરીક્ષા માટે પાત્ર ગણાશે. મુખ્ય પરીક્ષા પણ MCQ આધારિત જ રહેશે.
ભરતી સંંબંધિત તમામ વિગતો વાંચવા માટે CLICK HERE....




| ક્રમ | સંવર્ગ | ખાતાના વડાની કચેરી | પ્રથમ પાંચ વર્ષનો ફિક્સ પગાર |
| 1 | હેડ ક્લાર્ક | વિવિધ ખાતાના વડા | 40,800 |









