Get The App

સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
Gujarat Govt Meta MoU

Gujarat Govt Meta MoU: હવે સરકારી કામકાજ માટે કચેરીઓના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી! ગુજરાત સરકારની નવી સુવિધા હેઠળ આવકનો દાખલો, જ્ઞાતિનું પ્રમાણપત્ર અને ઈડબલ્યુએસ (EWS) સર્ટિફિકેટ જેવા મહત્ત્વના દસ્તાવેજો હવે ખૂબ જ સરળતાથી મળી જશે. એટલું જ નહીં, રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવા, મહેસૂલ રેકોર્ડ મેળવવો કે પછી કોઈ સરકારી કામની ફરિયાદ કરવી હોય... આ તમામ કામો માટે હવે માત્ર એક જ વોટ્સએપ નંબર કાફી છે. રાજ્ય સરકારની આવી 20 જેટલી મહત્ત્વપૂર્ણ સેવાઓનો લાભ હવે નાગરિકો ઘર બેઠા, પોતાના મોબાઈલ ફોન પરથી માત્ર એક ક્લિકમાં મેળવી શકશે.

ગુજરાત સરકાર અને મેટા વચ્ચે મોટો કરાર

ડિજીટલ ગુજરાત તરફ વધુ એક મોટું કદમ ભરતા ગુજરાત સરકારે ગ્લોબલ કંપની 'મેટા' (Meta) સાથે ગાંધીનગર ખાતે એક મહત્ત્વપૂર્ણ કરાર (MoU) કર્યો છે. આ ઐતિહાસિક ભાગીદારીને કારણે હવે રાજ્યના 5 મોટા સરકારી વિભાગોની 20 જેટલી નાગરિકલક્ષી સેવાઓ સીધી તમારા વોટ્સએપ પર ઉપલબ્ધ થશે. સૌથી સારી વાત એ છે કે, ગુજરાતભરના નાગરિકો માત્ર એક જ વોટ્સએપ નંબર દ્વારા આ તમામ 20 સેવાઓનો લાભ ઘર બેઠા પોતાના મોબાઈલ ફોન પરથી જ મેળવી શકશે. વળી, આ વોટ્સએપ ચેટબોટ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં કામ કરતો હોવાથી સામાન્ય લોકો પણ તેનો ઉપયોગ ખૂબ જ સરળતાથી કરી શકશે.

આ પણ વાંચો: Live: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે મળશે નવા મેયર અને ડેપ્યુટી મેયર, 10 વાગ્યે ખુલશે બંધ કવર

સરકારી કચેરીઓની લાઈનોમાંથી મુક્તિ

આ નવી સુવિધાને કારણે નાગરિકોને હવે વિવિધ સરકારી કામો માટે અલગ-અલગ વેબ પોર્ટલ પર ભટકવું નહીં પડે, કે ન તો સરકારી કચેરીઓમાં રૂબરૂ જઈને લાંબી લાઈનોમાં ઊભા રહી રાહ જોવી પડશે. આગામી દિવસોમાં લોકોને આ તમામ ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. આ એમઓયુ (MoU) થવાથી આવનારા સમયમાં સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયા (સર્વિસ ડિલિવરી પ્રોસેસ) ખૂબ જ સરળ બનશે અને અરજીનું રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગ પણ વધુ મજબૂત તથા સચોટ થશે.