Gujarat

નિમણૂક પામેલા LRD જવાનો માટે ખુશખબર, ઉમેદવારો પોતે જિલ્લો પસંદ કરી શકશે

By GS TEAM
23 Dec 20252 mins read
TukuTouch Logo
આજે (23 ડિસેમ્બર) ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11,607 લોકરક્ષક કેડરના ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા છે. મહત્ત્વનું છે કે લોકરક્ષક કેડરમાં કુલ 11,899 ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પૈકી 8,782 પુરુષ અને 3,117 મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. હાલના તબક્કે, જે ઉમેદવારોના ડૉક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયેલા હતા તેવા કુલ 11,607 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. સરકારે નિમણૂક પામેલા LRD જવાનોને મોટી રાહત આપતા ખુશખબર આપી છે

Summarized by AI; it may make mistakes. Check important info

નિમણૂક પામેલા LRD જવાનો માટે ખુશખબર, ઉમેદવારો પોતે જિલ્લો પસંદ કરી શકશે

LRD Recruitment: આજે (23 ડિસેમ્બર) ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11,607 લોકરક્ષક કેડરના ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા છે. મહત્ત્વનું છે કે લોકરક્ષક કેડરમાં કુલ 11,899 ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પૈકી 8,782 પુરુષ અને 3,117 મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. હાલના તબક્કે, જે ઉમેદવારોના ડૉક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયેલા હતા તેવા કુલ 11,607 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. સરકારે નિમણૂક પામેલા LRD જવાનોને મોટી રાહત આપતા ખુશખબર આપી છે. 

જિલ્લા પસંદગી માટે વિકલ્પ મળશે

આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા નવ નિયુક્ત લોકરક્ષક દળના જવાનો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે નિમણૂક પામેલા LRD જવાનોને જિલ્લા પસંદગી માટે વિકલ્પ આપવામાં આવશે. ગુજરાતના ઇતિહાસમાં લોકરક્ષક જવાનો માટે પહેલી વખત સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે, અગાઉ આ પ્રથા ન હતી, પરંતુ હવે ઉમેદવારો પોતાની અનુકૂળતા મુજબ જિલ્લો પસંદ કરી શકશે, આ નિર્ણય બાદ હવે નવનિયુક્ત જવાનો તેમના પરિવાર અને નોકરી વચ્ચે સંતુલન જાળવી શકશે. મુખ્ય હેતુ દરેકને ઘરથી નજીક નોકરી મળે એવો પ્રયાસ છે.

નવી ભરતીની શારીરિક કસોટીનો સંભવિત સમય 

તો બીજી તરફ ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યા માટે ભરતીની શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેર કરી દીધી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1ની પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી-2026ના ત્રીજા સપ્તાહથી યોજાઈ શકે છે.