Gujarat

એકને ગોળ અને બીજાને ખોળ! સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ

By GS TEAM
17 Dec 20252 mins read
TukuTouch Logo
ગુજરાતના બે જિલ્લાઓમાંથી કોઈ પાકરો કોઈ પોતાનો હોય ખરો! ન જ હોય પણ તંત્ર ઈચ્છે તો આવું બને પણ ખરું, વાત છે છોટા ઉદેપુર જિલ્લાની, જ્યાં ખેડૂતોમાં ટેકાના ભાવે કપાસ ખરીદીની મર્યાદા અંગે રોષ ભભૂકયો છે. કારણ કે કપાસ ખરીદીમાં 'વ્હાલા-દવલા'ની નીતિનું વલણ રાખવામાં આવ્યું છે બે જિલ્લામાં અલગ-અલગ માપદંડ રાખવામાં આવતા સરકારી તંત્ર સામે જગતનો તાત સવાલ કરી રહ્યો છે કે આવો ભેદભાવ કેમ?

Summarized by AI; it may make mistakes. Check important info

એકને ગોળ અને બીજાને ખોળ! સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ

Chhota Udepur News: ગુજરાતના બે જિલ્લાઓમાંથી કોઈ પાકરો કોઈ પોતાનો હોય ખરો! ન જ હોય પણ તંત્ર ઈચ્છે તો આવું બને પણ ખરું, વાત છે છોટા ઉદેપુર જિલ્લાની, જ્યાં ખેડૂતોમાં ટેકાના ભાવે કપાસ ખરીદીની મર્યાદા અંગે રોષ ભભૂકયો છે. કારણ કે કપાસ ખરીદીમાં 'વ્હાલા-દવલા'ની નીતિનું વલણ રાખવામાં આવ્યું છે બે જિલ્લામાં અલગ-અલગ માપદંડ રાખવામાં આવતા સરકારી તંત્ર સામે જગતનો તાત સવાલ કરી રહ્યો છે કે આવો ભેદભાવ કેમ?

બે જિલ્લામાં અલગ અલગ માપદંડ

હાલમાં છોટા ઉદેપુર જિલ્લામાં ખેડૂતો પાસે ક પ્રતિ હેક્ટર 18.12 ક્વિન્ટલ દીઠ ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે જેની સામે વડોદરા જિલ્લામાં પ્રતિ હેક્ટર 25.21 ક્વિન્ટલની મર્યાદા ખેડૂતો પાસે ટેકાના ભાવે ખરીદવામાં આવે છે. સ્પષ્ટ ભેદભાવના કારણે છોટાઉદેપુર જિલ્લા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. 


ધારાસભ્યોએ કૃષિમંત્રીને પત્ર લખ્યો

આ મર્યાદા 18.12 ક્વિન્ટલ છે તેમાં વધારો કરી આપવા જિલ્લાના ખેડૂતોએ ધારાસભ્યોને રજૂઆત કરી છે. જે બાદ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં સરકાર દ્વારા ખરીદીના નિયમમાં ભેદભાવને લઈ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ કૃષિમંત્રી જીતુ વાધાનીને પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતોનો કપાસ પણ પ્રતિ હેક્ટર 25.21 ક્વિન્ટલની મર્યાદામાં ખરીદી કરવામાં આવે.

આ પણ વાંચો: નેશનલ હેરાલ્ડ કેસમાં જીતની ગુજરાત કોંગ્રેસે કરી ઉજવણી, ભાજપ કાર્યાલય ઘેરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ

એકને ગોળ અને બીજાને ખોળ કેમ?

મહત્વનું છે કે ચોમાસામાં વધુ વરસાદ અને બાદમાં માવઠાઓના મારના કારણે ખેડૂતોને વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અધ્યતન ઢબે ખેતી કરતાં છોટા ઉદેપુર જિલ્લામાં વ્યાપક રીતે કપાસનું ઉત્પાદન થયું છે. સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રાહત તો આપી રહી છે પણ સાથે બે જિલ્લામાં કપાસની ખરીદી માટેના અલગ અલગ માપદંડો રાખી  એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિ દાખવી રહી છે. ત્યારે આ મામલે સરકાર દ્વારા ઝડપથી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.