Gujarat

ગિફ્ટ સિટીમાં ગુજરાતનું પહેલું બુલિયન માર્કેટ શરૂ કરવાની જાહેરાત

By GS Team
3 Mar 20222 mins read
This article was originally published on 3 Mar 2022
ગિફ્ટ સિટીમાં ગુજરાતનું પહેલું બુલિયન માર્કેટ શરૂ કરવાની જાહેરાત

ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ સેન્ટર તરીકે ડેવલપ કરવાની દિશામાં મહત્વનું પગલું ઉઠાવવામાં આવ્યું

અમદાવાદ : નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આજે તેમનું પહેલું બજેટ રજૂ કરતાં ગાંધીનગરમાં આાકર લઈ રહેલા ગિફ્ટ સિટીમાં જ ગોલ્ડ અને સિલ્વરના ટ્રેડિંગ માટે બુલિયન માર્કેટ ચાલુ કરવાની જાહેરાત કરી હતી. ગિફ્ટ સિટીમાં વિશ્વ કક્ષાની બેન્કિંગ, લીઝિંગ, ઇન્સ્યોરન્સ, ફાઈનાન્સ અને આર્બિટ્રેશનની સુવિધાઓ પણ ઊભી થઈ રહી હોવાથી આ જ વિસ્તારમાં દેશનું પહેલું બુલિયન માર્કેટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ગિફ્ટ સિટીમાં બુલિયન માર્કેટની સ્થાપના કરવા પાછળનો હેતુ ગુજરાતને વૈશ્વિક નાણાંકીય વ્યવહારનું કેન્દ્ર બનાવવાનો પણ છે. ભારત સરકારે ગિફ્ટ સિટિમાં બુલિયન એક્સચેન્જની સ્થાપના કરવાની મંજૂરી આ અગાઉ જ આપી દીધેલી છે.

ગિફ્ટ સિટીમાં તમામ રેગ્યુલેટરી સત્તા ધરાવતી આઈએફએસસી ઓથોરિટી પણ કાર્યરત કરી દેવામાં આવી છે. આ જ રીતે ભારત અને વિદેશની નામાંકિત બેન્કો, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો સાથે સંકળાયેલી મધ્યસ્થી સંસ્થાઓ પણ ગિફ્ટ સિટીમાં સક્રિય થઈ ગઈ છે.

એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ, ગ્લોબલ ટ્રેઝરી સેવાઓને મંજૂરી મળી જતાં આ સેવાઓ પણ ગિફ્ટ સિટિમાં મળતી થઈ જશે.  ગિફ્ટ સિટીમાં નાણાંકીય વહેનારો, ફાઈનાન્શિયલ ટેક્નોલોજી કંપનીઓ, ઉપરાંત એન્જિનિયરિંગ સહિતના અભ્યાસ ક્રમો ઓફર કરતી વિદેશી યુનિવર્સિટીઓને પણ માન્યતા આપવાનો નિર્ણય ભારત સરકારે કરેલો છે. ગિફ્ટ સિટીમાં જ આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવશે.

ગિફ્ટ સિટીમાં સસ્ટેનેબલ ક્લાઈમેટ માટે ગ્લોબલ ફાઈજ્ઞાનાન્સની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમ જ ઓફ શોર ડેરીવેટીવ્સ શીપ લીઝિંગ, તેમ જ પોર્ટફોલિયો મેનેજમેન્ટમાંથી થનારી આવકને કરમુક્ત જાહેર કરેલી જ છે. આમ ગિફ્ટ સિટીને ઝડપથી આંતરરાષ્ટ્રીય કક્ષાના નાણઆંકીય કેન્દ્ર તરીકે વિકસાવવાની કાર્યવાહીને વેગ આપવામાં આવી રહ્યો છે.