Gujarat

ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરોને મળશે વહેલો પગાર: દિવાળીના તહેવારને લઈને નિર્ણય

By GS TEAM
10 Oct 20251 min read
TukuTouch Logo
રાજ્ય સરકારએ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ઑક્ટોબર મહિનાનો પગાર તથા પેન્શન વહેલી તારીખે ચૂકવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ચૂકવણી તા.14થી 16 ઑક્ટોબર 2025 દરમિયાન તબક્કાવાર કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરોને મળશે વહેલો પગાર: દિવાળીના તહેવારને લઈને નિર્ણય

Gandhinagar News : રાજ્ય સરકારએ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ઑક્ટોબર મહિનાનો પગાર તથા પેન્શન વહેલી તારીખે ચૂકવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ચૂકવણી તા.14થી 16 ઑક્ટોબર 2025 દરમિયાન તબક્કાવાર કરવામાં આવશે.   


સરકાર દ્વારા તા.13/10/1993ના ઠરાવ મુજબ સરકારી કર્મચારીઓના માસિક પગાર અને ભથ્થા આવતા મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોમાં ચૂકવવાનો નિયમ છે. પરંતુ, આ વર્ષે દિવાળીનો તહેવાર તા.20 ઑક્ટોબર 2025ના રોજ આવતાં તહેવારની ઉજવણી આનંદપૂર્વક કરી શકે તે હેતુસર રાજ્ય સરકારે છૂટછાટ આપી આ ચૂકવણીની તારીખો આગળ લાવવાનો નિર્ણય લીધો છે.   

આ પણ વાંચો: KFCની લાલિયાવાડી! અમદાવાદમાં નોનવેજ વેસ્ટ રસ્તામાં ફેંકવામાં આવતા સ્થાનિકોનો હોબાળો

આ મુજબ, ઑક્ટોબર-2025 મહિનાના પગાર, ભથ્થા અને પેન્શનની ચૂકવણી તબક્કાવાર રીતે તા.14, 15 અને 16 ઑક્ટોબર 2025ના રોજ હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના આ પગલાને કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને તહેવાર પહેલાં આર્થિક રાહત મળશે.