For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાત ચૂંટણી: ભાજપની 160 ઉમેદવારોની યાદી જાહેર, 14 મહિલાઓને સ્થાન

Updated: Nov 10th, 2022

Article Content Image

- ભાજપ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની યાદીમાં સિનિયર નેતાઓના નામ કપાયા

- દિલ્હીમાં ભાજપની સતત બેઠકો બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ

અમદાવાદ, તા. 10 નવેમ્બર 2022, બુધવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાંક દિવસો બાકી છે. તો ગુજરાતની પ્રજા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ તરફથી કયા ઉમેદવારો ઉભા રહેશે તે જાણવા ઉત્સુક બન્યા હતા. ત્યારે ભાજપે પણ પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાંક દિવસો બાકી છે. તો ગુજરાતની પ્રજા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ તરફથી કયા ઉમેદવારો ઉભા રહેશે તે જાણવા ઉત્સુક બન્યા હતા. ત્યારે ભાજપે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં 135 ઉમેદવારો તો કોંગ્રેસ દ્વારા 42 ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ છે. આજે પણ આમ આદમી પાર્ટીએ તેની 13મી યાદીમાં 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. દરમિયાન ઉમેદવારોના નામોને લઈ દિલ્હીમાં ભાજપની બેઠકનો દોર શરૂ થયો હતો. દરમિયાન આજે સવારે ગુજરાત ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદી

પ્રથમ તબક્કો

ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ

અબડાસા - પ્રધુમનસિંહ જાડેજા

માંડવી - અનીરૂધ્ધ દવે 

ભૂજ -  કેશુભાઈ પટેલ

અંજાર - ત્રિકમ છાંગા 

ગાંધીધામ - માલતી મહેશ્વરી

રાપર - વિરેન્દ્રસિંહ જાડેજા 

વિસનગર - ઋષિકેશ પટેલ 

દસાડા- પી.કે. પરમાર 

લીંબડી- કિરીટસિંહ રાણા 

વઢવાણ- જિજ્ઞા પંડ્યા

ચોટીલા - શામજી ચૌહાણ 

 ધાંગધ્રા- પ્રકાશ વરમોરા

મોરબી કાંતિ અમૃતિયા

ટંકારા - દુર્લભજી દેથરિયા

વાંકાનેર - જીતુ સોમાણી

રાજકોટ પુર્વ  ઉદય કાનગડ

રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ

રાજકોટ દક્ષિણ - રમેશ ટિલાળા

રાજકોટ ગ્રામ્ય - ભાનુંબેન બાબરીયા

ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ 

ગાંધીનગર દક્ષિણ - અલ્પેશ ઠાકોર

વિરમગામ - હાર્દીક પટેલ

જસદળ કુંવરજી બાળીયા

ગોંડલ- ગીતાબા જાડેજા 

જેતપુર - જયેશ રાદડીયા

કાલાવાડ - મેઘજી ચાવડા

જામનગર ગ્રામ્ય - રાઘવજી પટેલ

જામનગર ઉત્તર - રીવાબા જાડેજા

જામનગર દક્ષિણ દિવ્યેશ અકબરી

જામજોધપુરથી ચિમન સાપરિયા

દ્વારકા પ્રભુબા માણેક

પોરબંદર - બાબુ બોખરીયા

માણાવદર જવાહર ચાવડા

જુનાગઢ - સંજય કોરડીયા

વિસાવદર - હર્ષદ રિબડીયા

કેશોદ દેવાભાઈ માલમ

માંગરોળ ભગવાનજી કરગથિયા

સોમનાથ - માનસીંહ પરમાર 

તલાલા ભગવાન બારડ

કોડીનાર - ડો. પ્રધુમન વાજા

ઉના કે સી રાઠોડ

ધારી- જે વી કાકડીયા 

અમરેલી- કૌશિક વેકરીયા

લાઠી જનક તલાવિયા

સાવરકુંડલા - મહેશ કશવાલા

મહુવા શિવા ગોહિલ

તળાજા ગૌતમ ચૌહાણ

રાજુલા - હિરા સોલંકી

ગારિયાધાર કેશુ નાથાણી

પાલિતાણા ભીમા ભાઈ બારૈયા

ભાવનગર ગ્રામ્ય પરષોત્તમ સોલંકી

ભાવનગર પશ્ચિમ જીતુ વાઘાણી

ગઢડા- શંભુનાથ મહારાજ

બોટાદ ઘનશ્યામ ભાઈ વિરાણી

નાંદોદ ડો. દર્શના બેન દેશમુખ (વસાવા)

 જંબુસર - ડી કે સ્વામી 

વાગરા - અરુણસિંહ રાણા 

ઝઘડિયા - રિતેશ વસાવા

ભરૂચ - રમેશ મિસ્ત્રી 

અંકલેશ્વર ઇશ્વર પટેલ 

ઓલપાડ મૂકેશ પટેલ

માંગરોળ ગણપત વસાવા

માંડવી કુંવરસિંહ હળપતિ

કામરેજ પ્રફુલ પાનસેરિયા

સુરત ઇસ્ટ - અરવિંદ રાણા

સુરત નોર્થ - કાંતિ બલર

 વરાછા રોડ  - કિશોર કાનાણી

કારંજ - પ્રવીણ ગોધારી

લિંબાયત - સંગીતા પાટીલ

ઉધના - મનુભાઈ પટેલ

મજુરા - હર્ષ સંઘવી

કતારગામ - વીનું ભાઈ મોરડીયા

સુરત વેસ્ટ - પુર્ણેશ મોદી

બારડોલી- ઇશ્વર પરમાર

મહુવા મોહન ધોડિયા

વ્યારા મોહન કોંકાણી

નિઝર જયરામ ગામિત

ડાંગ વિજયભાઈ પટેલ

જલાલપોર - આર.સી. પટેલ 

નવસારી - રાકેશ દેસાઈ

ગણદેવી નરેશ પટેલ

વાંસદા પિયુષ પટેલ

ધરમપુર અરવિંદ પટેલ

વલસાડ - ભરત પટેલ રીપીટ

પારડી - કનુ દેસાઈ રીપીટ

કપરાડા - જિતુ ચૌધરી 

ઉમરગામ રમણલાલ પાઠકર

બીજો તબક્કો

વાવ સ્વરૂપજી ઠાકોર

થરાદ શંકર ચૌધરી

ધાનેરા ભજવાનજી ચૌધરી

દાંતા લઘુભાઈ પારઘી

વડગામ મણીભાઈ વાઘેલા

પાલનપુર અનિકેત ઠાકોર

દિશા પ્રવીણ માળી

દિયોદર કેશવજી ઠાકોર

કાંકરેજ કીર્તી સિંહ વાઘેલા

ચાણાસમા દિલીપસિંહ ઠાકોર

સિદ્ઝધપુર બળવંતસિહ રાજપૂત

ઉંઝા કિરીટભાઈ પટેલ

વિસનગર ઋષિકેશ પટેલ

દેથરાજી સુખાજી ઠાકોર

કળી કરશનભાઈ સોલંકી

મહેસાણા મુકેશ પટેલ

વિજાપુર રમણભાઈ પટેલ

ઈડર રમણ વોરા

ખેડબ્રહ્મા અશ્વિન કોટવાલ

ધિલોડા પી સી બરંડાટ

મોડાસા ભીખુ પરમાર

બાયર્ડ ભીખીબેન પરમાર

પ્રાંતીજ ગજેન્દ્ર સિંહ પરમાર

દેહગામ બલરાદજસિંહ ચૌહાણ

વિરમગામ હાર્દિક પટેલ 

સાણંદ કનુ પટેલ

વેજલપુર અમિત ઠાકોર

એલિસબ્રિજ અમિત શાહ

નારણપુરા જીતેન્દ્ર પટેલ

નિકોલ જગદીશ વિશ્વકર્મા

નરોડા ડૉ. પાયલ કુકરાણી

ઠક્કરબાપાનગર કંચન રાદડિયા

બાપુનગર દિનેશ કુશવા

અમરાઈવાડી ડો. હસમુખ પટેલ

દરિયાપુર કૌશિક જૈન

જમાલપુર ખડિયા ભૂષણભાઈ ભટ્ટ

મણિનગર અમૂલ ભટ્ટ

દાણીલીમડા નરેશ વ્યાસ

સાબરમતી ડો. હર્ષદ પટેલ

અસારવા દર્શનબેન વાઘેલા

દસ્ત્રઓઈ બાબુ પટેલ

ધોળકા કિરીટસિંહ ડાભી

ધંધુકા કાળુ ડાભી

ખંભાત મહેશ રાવલ

બોરસદ રમણ સોલંકી

આંકલાવ ગુલાબસિંહ પડિયાર

ઉમરેઠ ગોવિંદ પરમાર

આણંદ યોગેશ પટેલ

સોજીત્રા વિપુલ પટેલ

માતર કલ્પેશ પરમાર

નડિયાદ પંકજ દેસાઈ

મહુંધા સંજય શિંગ મહિડા

ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર

કપડવંજ રાજેશ ઝાલા

બાલાસિનોર માનસિંગ ચૌહાણ

લુનાવાડા જીજ્ઞેશ સેવક

સંતરામપીર કુબેર ડીંડોર

સેહરા જેઠાભાઈ આહીર

મોરવા હડપ નિમિષા સુથાર

ગોધરા કેસી રાઉલજી

કલોલ ફતેશીહ ચૌહાણ

હાલોલ જયદ્રથ પરમાર

ફતેપુરા રમેશ કટારા

લીમખેડા શૈલેશ ભાભોર

દાહોદ કનૈયાલાલ કિશોરી

દેવગઢ બારીયા બચુભાઈ ખાભડ

સાવલી કેતન ઈનામદાર

વાઘોડિયા અશ્વિન પટેલ

છોટાઉદેપુર રાજેન્દ્રસિંહ રાઠવા

સંખેડા અભેયસિંહ તળવી

દભોઈ શૈલેશ મહેતા 

વડોદરા મનિષા બેન વકીલ

અકોટા ચૈતન્ય દેસાઈ

રાઉપુરા બાલકૃષ્ણ શુક્લા

પાદરા ચૈતન્યસિંહ ઝાલા

કરજણ અક્ષય કુમાર પટેલ

વર્તમાન વિધાનસભા સ્પીકર નીમાબેન આચાર્યને પણ અંજારથી ટિકિટ નથી મળી. રાજકોટની ચારેય બેઠકમાં ઉમેદવાર બદલાયા. ગ્રામ્યની બેઠકમાં 2012માં વિજેતા ભાનુબેન બાબરીયા ફરી ટિકિટ મેળવવામાં સફળ રહ્યા છે. હાઇકોર્ટની ક્રિમીનલ કેસ ચાલુ રાખવાના આદેશ અને જામનગરમાં ગુંડાઓને ટિકિટ નહિ આપવી એવા પરિમલ નથવાણીના નિવેદન બાદ હકુભા જાડેજાનું પત્તુ પણ કપાયુ છે.

ભાજપમાં મોટા નેતાઓના નામ કપાયા

આ દરમિયાન ચૂંટણી ન લડવા માટે ભાજપના સિનિયર નેતાઓએ આજે ધડાધડ જાહેરાત કરી દીધી હતી. આ નેતાઓમાં વિજય રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી), નીતિન પટેલ (પૂર્વ નાયબ મુખ્યમંત્રી), ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (પૂર્વ શિક્ષણમંત્રી), પ્રદીપસિંહ જાડેજા (પૂર્વ કાયદામંત્રી)નો સમાવેશ થાય છે.


Gujarat