For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાત ચૂંટણી : સુરતની ચર્ચાસ્પદ બેઠકના આપ ઉમેદવારે ભાજપના ઉમેદવારના આશીર્વાદ લીધા

સી.આર.પાટીલ, રૂપાણી, અર્જુન મોઢવાડિયા સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું

ક્યાંક મતદારોનો વિરોધ જોવા મળ્યો, તો રાજકોટમાં મતદાર ગાય લઈને મતદાન કરવા પહોંચ્યા

Updated: Dec 1st, 2022

અમદાવાદ,તા.01 ડિસેમ્બર-2022, ગુરુવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ ચાલી રહ્યું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી યોજાશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 (718 પુરૂષ ઉમેદવાર, 70 મહિલા ઉમેદવાર) ચૂંટણી મેદાનમાં છે, ત્યારે સવારે 10 વાગ્યા સુધીમાં 12 ટકા મતદાન થયું છે. તો જોઈએ મતદાન અંગેની સંપૂર્ણ માહિતી...

Live : ગુજરાત વિધાનસભા ચૂંટણી

>
11.35 AM

ભાજપ નેતા ગણપતસિંહ વસાવાએ પોતાના વતન વાડી ગામે લાલજી વસાવા ઉચ્ચતર શાળામાં મતદાન કર્યું. ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ ગણપતસિંહ વસાવાએ તેમના પત્ની નીલમ બેન સાથે મતાધિકાર ઉપયોગ કર્યો. તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી અને પોતાની જીત અને ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ગણપતસિંહ વસાવા માંગરોળ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે. 

ગુજરાત ચૂંટણી : સુરતની ચર્ચાસ્પદ બેઠકના આપ ઉમેદવારે ભાજપના ઉમેદવારના આશીર્વાદ લીધા

11.32 AM

ધોરાજીમાં બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર ઝડપાયો, મતદાન મથક પર પત્નીની જગ્યાએ બેસી કરતો કામ હતો.

11.30 AM

સુરત જિલ્લા વરાછા બેઠક : આપના ઉમેદવાર અલ્પેશ કથિરીયાએ ભાજપના ઉમેદવારના લીધા આશિર્વાદ : બંને પક્ષના ઉમેદવારો એકબીજાને ભેટ્યા

11.25 AM

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ગુજરાતની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ભુજમાં મતદાન મથક પર મતદાન કર્યું.


11.22 AM

જૂનાગઢ મતદાન વિધાનસભા બેઠક પરથી રેશમા પટેલે મતદાન કર્યું. ઝાડુ લઈને મતદાન કરવા આવ્યા, આપ નેતા રેશ્મા પટેલે કર્યો આચાર સંહિતનો ભંગ

11.20 AM

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગરના હનોલ ગામમાં મતદાન કરતા પહેલા ગ્રામજનો સાથે વાત કરી.


11.19 AM

સુરતના મેયર હેમાલી બોઘાવાલા સાયકલ પર બેસીને મત આપવા આવ્યાં.

11.17 AM

નવસારીમાં લગ્ન કર્યા પહેલાં પીઠી લગાવીને યુવકે મતદાન કરવા આવ્યો, લોકોને મતદાન કરવા અપીલ કરી..

11.15 AM

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગરના હનોલ ગામમાં મતદાન કરતા પહેલા ગ્રામજનો સાથે વાત કરી. 

11.10 AM

11 વાગ્યા સુધીમાં 15% મતદાન : સૌથી વધુ ડાંગ જિલ્લામાં 21%, સૌથી ઓછુ દ્વારકામાં 17%, કચ્છમાં 18%, જામનગર 19%, સુરેન્દ્રનગરમાં 18%, ગીર સોમનાથ 19%, જૂનાગઢ 20%, પોરબંદર 18%, ભાવનગરમાં 19%, બોટાદમાં 18%, અમરેલીમાં 19%, રાજકોટમાં 19%, મોરબીમાં 19%, ભરૂચમાં 19%, નર્મદામાં 19%, સુરતમાં 20%, નવસારીમાં 19%, તાપીમાં 20%, વલસાડમાં 20% મતદાન નોંધાયું

10.40 AM

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર બેઠક પરથી મતદાન કર્યું 

Article Content Image

10.36 AM

ભાજપના ઉમેદવારે મતદાન કરવા અપીલ કરતાં આહવાના બીલમાળ ગામે ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરાયો...

10.35 AM

તાપી : ઉચ્છલના જામકી ગામે EVM ખોટકાયું, મતદારો થયા પરેશાન : સ્ટાફ દ્વારા EVM મશીન બદલાયું

10.32 AM

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પોતાનો મત આપ્યો


10.30 AM

સ્વ.અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ભરૂચની અલ્કેશ્વર બેઠક પરથી મતદાન કર્યું. 

Article Content Image

10.28 AM

ગોંડલ ભગવતપરા શાળા નં.5માં EVM ખોટવાયું, EVMમાં ખામી સર્જાતા મતદારો રોષે ભરાયા.

10.27 AM

વજુભાઈ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું. તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું ભાજપને 130 બેઠક મળશે.

10.25 AM

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ અમરેલીના ઈશ્વરીયા ગામે મતદાન કર્યું છે. તેઓએ કહ્યું, જિલ્લાની તમામ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતશે. AAPના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થશે અને AAPનું ખાતું પણ નહીં ખુલે.

10.24 AM

પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ મોઢાવાડામાં મતદાન કર્યું. તેમણે માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ મતદાન કર્યું છે. તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે.

10.22 AM

રાજકોટમાં માલધારી સમાજના આગેવાન મુરલીધર શાળા ખાતે ગાય લઈ મતદાન કરવા પહોંચ્યા...

10.15 AM

સવારે 10 વાગ્યા સુધીમાં જિલ્લામાં થયેલું મતદાન • સૌથી વધુ ડાંગ જિલ્લામાં 15%  • સૌથી ઓછુ સુરેન્દ્રનગરમાં 11%  • કચ્છમાં 12%, જામનગર 13% • દ્વારકા 11%, ગીર સોમનાથ 12% • જૂનાગઢ 13%, પોરબંદર 12% • ભાવનગરમાં 13%, બોટાદમાં 12% • અમરેલીમાં 13%, રાજકોટમાં 13% • મોરબીમાં 13%, ભરૂચમાં 13% • નર્મદામાં 13%, સુરતમાં 14% • નવસારીમાં 13%, તાપીમાં 13% • વલસાડમાં 14% થયું

10.10 AM

પ્રથમ બે કલાકમાં સરેરાશ 10થી 12 ટકા મતદાન

10.07 AM

સુરતના મજુરા વિધાનસભા મત વિસ્તારમાં જૈન સમાજના લોકોએ પૂજાના પહેવેશમાં મતદાન કર્યું. 

Article Content Image

10.05 AM

પોરબંદરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયાએ મતદાન કર્યું. તેમણે કહ્યું કે, મેં પ્રચારમાં કહ્યું હતું કે પ્રથમ વાર તમામ મતદારોએ મતદાન કરવું જોઈએ. મને લાગે છે કે લોકોને મારી કામ કરવાની રીત પસંદ આવી હશે. મારામાં જે સત્તા આવે છે તે મારી નહીં પણ જનતાની છે. હું તેમના માટે કામ કરું છું. 

Article Content Image

10.00 AM

AAP નેતા ગોપાલ ઇટાલિયા ભાવનગરના ઉમરાળા ખાતે ટીંબીની શાળાના મતદાન મથક પરથી મતદાન કર્યું. 

Article Content Image

સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં થયેલા મતદાનની સંપૂર્ણ માહિતી મેળવવા અહીં ક્લિક કરો

Gujarat