For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાત ચૂંટણી : રવિન્દ્ર જાડેજા, રૂપાણી, હર્ષ સંઘવી, મોઢવાડીયા સહિતના દિગજ્જોએ કર્યું મતદાન

કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓની 89 બેઠકો પર મતદાન

મતદાન સાંજે 5 વાગ્યા સુધી યોજાશે : આજે 788 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે

Updated: Dec 1st, 2022

અમદાવાદ,તા.01 ડિસેમ્બર-2022, ગુરુવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી યોજાશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 (718 પુરૂષ ઉમેદવાર, 70 મહિલા ઉમેદવાર) ચૂંટણી મેદાનમાં છે, ત્યારે જોઈએ મતદાન અંગેની સંપૂર્ણ માહિતી...

Live : ગુજરાત વિધાનસભા ચૂંટણી

10.40 AM

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર બેઠક પરથી મતદાન કર્યું 

ગુજરાત ચૂંટણી : રવિન્દ્ર જાડેજા, રૂપાણી, હર્ષ સંઘવી, મોઢવાડીયા સહિતના દિગજ્જોએ કર્યું મતદાન

10.36 AM

ભાજપના ઉમેદવારે મતદાન કરવા અપીલ કરતાં આહવાના બીલમાળ ગામે ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરાયો...

10.35 AM

તાપી : ઉચ્છલના જામકી ગામે EVM ખોટકાયું, મતદારો થયા પરેશાન : સ્ટાફ દ્વારા EVM મશીન બદલાયું

10.32 AM

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પોતાનો મત આપ્યો


10.30 AM

સ્વ.અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ભરૂચની અલ્કેશ્વર બેઠક પરથી મતદાન કર્યું. 

Article Content Image

10.28 AM

ગોંડલ ભગવતપરા શાળા નં.5માં EVM ખોટવાયું, EVMમાં ખામી સર્જાતા મતદારો રોષે ભરાયા.

10.27 AM

વજુભાઈ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું. તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું ભાજપને 130 બેઠક મળશે.

10.25 AM

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ અમરેલીના ઈશ્વરીયા ગામે મતદાન કર્યું છે. તેઓએ કહ્યું, જિલ્લાની તમામ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતશે. AAPના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થશે અને AAPનું ખાતું પણ નહીં ખુલે.

10.24 AM

પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ મોઢાવાડામાં મતદાન કર્યું. તેમણે માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ મતદાન કર્યું છે. તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે.

10.22 AM

રાજકોટમાં માલધારી સમાજના આગેવાન મુરલીધર શાળા ખાતે ગાય લઈ મતદાન કરવા પહોંચ્યા...

10.15 AM

સવારે 10 વાગ્યા સુધીમાં જિલ્લામાં થયેલું મતદાન સૌથી વધુ ડાંગ જિલ્લામાં 15%  સૌથી ઓછુ સુરેન્દ્રનગરમાં 11%  કચ્છમાં 12%, જામનગર 13% દ્વારકા 11%, ગીર સોમનાથ 12% જૂનાગઢ 13%, પોરબંદર 12% ભાવનગરમાં 13%, બોટાદમાં 12% અમરેલીમાં 13%, રાજકોટમાં 13% મોરબીમાં 13%, ભરૂચમાં 13% નર્મદામાં 13%, સુરતમાં 14% નવસારીમાં 13%, તાપીમાં 13% વલસાડમાં 14% થયું

10.10 AM

પ્રથમ બે કલાકમાં સરેરાશ 10થી 12 ટકા મતદાન

10.07 AM

સુરતના મજુરા વિધાનસભા મત વિસ્તારમાં જૈન સમાજના લોકોએ પૂજાના પહેવેશમાં મતદાન કર્યું. 

Article Content Image

10.05 AM

પોરબંદરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયાએ મતદાન કર્યું. તેમણે કહ્યું કે, મેં પ્રચારમાં કહ્યું હતું કે પ્રથમ વાર તમામ મતદારોએ મતદાન કરવું જોઈએ. મને લાગે છે કે લોકોને મારી કામ કરવાની રીત પસંદ આવી હશે. મારામાં જે સત્તા આવે છે તે મારી નહીં પણ જનતાની છે. હું તેમના માટે કામ કરું છું. 

Article Content Image

10.00 AM

AAP નેતા ગોપાલ ઇટાલિયા ભાવનગરના ઉમરાળા ખાતે ટીંબીની શાળાના મતદાન મથક પરથી મતદાન કર્યું. 

Article Content Image

9.57 AM

નવસારીના બાંસદાથી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ બિરસા મુંડાના ફોટા સાથે મતદાન કરવા પહોંચ્યા. મતદાન પહેલા તેમણે માતા-પિતાના આશીર્વાદ લીધા. 

Article Content Image

9.55 AM

ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધી 4.78 ટકા મતદાન થયું હતું : અમરેલી: 4.68 • ભરૂચ: 4.57 • ભાવનગર: 4.78 • બોટાદ: 4.62 • ડાંગઃ 7.76 • દેવભૂમિ દ્વારા: 4.09 • ગીર સોમનાથ: 5.17 • જામનગર: 4.42 • જૂનાગઢ: 5.04 • કચ્છ: 5.06 • મોરબી : 5.17 • નર્મદા: 5.30 • નવસારી: 5.33 • પોરબંદર: 3.92 • રાજકોટઃ 5.04 • દેખાવ: 4.01 • સુરેન્દ્રનગરઃ 5.41 • તાપી: 7.25 • વલસાડ: 5.58

9.50 AM

ગોંડલમાં ભગતપરા શાળા નંબર-5માં EVM ખોટકાયું, મતદાન શરૂ ન થતાં લોકો રોષે ભરાયા

9.47 AMસૌથી ઓછું જિલ્લામાં થયું મતદાન ભરૂચમાં 3.44 ટકા
9.45 AM

સૌથી વધુ જિલ્લામાં થયું મતદાન ડાંગ માં 7.76 ટકા

9.40 AM

વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે 100 વર્ષીય કમુબેન લાલાભાઈ પટેલે પ્રથમ તબક્કામાં મતદાન કર્યું. 

Article Content Image

9.20
ભરૂચ : ઉચેડીયા ગામના મતદાન બુથ નંબર-1 પર EVM ખોટકાયું, ઝઘડિયા : ઉપલેટા વોર્ડ નં.4નું બુથ નંબર 89 બંધ, તુરંત EVMન ફાળણી કરાઈ, કલાક થવા છતાં એક પણ મત થયો નથી
9.15 AM

9 વાગ્યા સુધીમાં 4.52 ટકા મતદાન

9.10 AM

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અને તેમની પત્નીએ મતદાન કર્યું 

Article Content Image

9.07 AM

પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ તેમના પરિવાર સાથે જામનગરમાં મતદાન કર્યું હતું. 

Article Content Image

9.05 AM

મોરબીમાં મતદાન મથકની સામે લોકો મતદાન કરવા કતારમાં ઉભા છે.

9.00 AM

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કે, મોદીનો જાદુ દરેક સમયે અને દરેક જગ્યાએ છે. તે લોકોના દિલમાં છે. લોકો તેમનામાં વિશ્વાસ કરે છે. મોદી તેમના વિશ્વાસ પર ખરા ઉતરે છે.

8.55 AM

રાહુલે કહ્યું, ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે મત આપો : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લોકોને વોટ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના તમામ ભાઈઓ અને બહેનોને અપીલ છે કે મતદાન કરો. રોજગાર માટે, સસ્તા ગેસ સિલિન્ડર માટે, ખેડૂતોની લોન માફી માટે. ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહીના આ પર્વને સફળ બનાવો.

8.53 AM

માંડવી બેઠકના ભાજપના ઉમેદવાર અને માજી ગૃહનિર્માણ બોર્ડના ચેરમેન કુંવરજી હળપતિએ કર્યું મતદાન, ઝરીમોરા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં  મતદાન કર્યું. કુંવરજી હળપતિએ કર્યો જીતનો દાવો...

 Article Content Image

8.50 AM

પારડી બેઠક પર EVM ખોટવાયું, વાપીની જ્ઞાનધામ શાળામાં EVM ખોટવાયું

8.45 AM

જામનગરમાં VM મહેતા કોલેજ ખાતે ઉભા કરાયેલા મતદાન મથક પર મતદાન કરવા લાંબી લાઈન લાગી છે. 

8.40 AM

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી કર્યું મતદાન, કહ્યું ગુજરાતની પ્રજા સમજદાર છે. 

Article Content Image

8.35 AM

અમરેલી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પર ગેસનો બાટલો બાંધીનને મતદાન કરવા નીકળ્યા છે. 


Article Content Image

8.30 AM

રીવાબા જાડેજાએ મતદાન કર્યું. પોતાનો મત આપ્યા બાદ પરિવારમાં વિરોધના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં અલગ-અલગ વિચારધારા ધરાવતા પરિવારના સભ્યો અલગ-અલગ પક્ષો સાથે જોડાયેલા હોય તેવું આ પહેલીવાર નથી. હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. મારા પતિ મને સમર્થન કરે છે. મને કોઈ સમસ્યા દેખાતી નથી. 

Article Content Image

8.28 AM

પૂર્ણેશ મોદી ઢોલ-નગારા સાથે સમર્થકો સાથે મતદાન કરવા પહોંચ્યા હતા 

Article Content Image

8.26 AMમધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે મતદાન કર્યું હતું
8.24 AMગુજરાતના મંત્રી પૂર્ણેશ મોદીએ મતદાન કર્યું
8.22 AMકેજરીવાલની મતદારોને અપીલ : કહ્યું, તમારી પાસે સુવર્ણ તક આવી
8.20 AM

દ્વારકા જિલ્લાની બંને બેઠકો પર મતદાન શરૂ. ખંભાળિયા વિધાનસભા વિસ્તારના ધરમપુર મતદાન મથકમાં વહેલી સવારથી મતદારોની ભીડ જોવા મળી. ખંભાળિયા વિધાનસભા વિસ્તાર કે જ્યાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી કોંગ્રેસના વિક્રમ માડમ અને ભાજપના મુળુ બેરા વચ્ચે જંગ જામી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં વહેલી સવારથી મતદારો આવતા મતદાનની ટકાવારી ઊંચી જવાનું અનુમાન.

Article Content Image
8.18 AM

તાપી : વ્યારા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પુનાજી ભાઈ ગામીતે કર્યું મતદાન, વ્યારાની કરંજવેલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં કર્યું મતદાન. પુનાજી ભાઈ ગામીત વ્યારા બેઠક પરથી સતત 4 ટર્મથી ચૂંટાઈ આવ્યા છે. મોટી બહુમતીથી ચૂંટાઈ આવશે તેવી આશા વ્યક્ત કરી.

8.15 AMજામનગર ઉત્તર બેઠર પરથી ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ મતદાન કર્યું છે. આ બેઠક કોંગ્રેસ તરફથી બિપેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજા અને આપ તરફથી કરશન કરમૂળ ઉમેદવાર છે.
8.11
AM
ગુજરાતઃ પ્રથમ તબક્કા માટે 89 બેઠકો પર મતદાન શરૂ
8.05 AMમોરબીમાં વહેલી સવારથી મતદાન માટે લાંબી કતારો લાગી.
8.00 AMગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન શરૂ
7.57 AMઅમિત શાહે મતદાન કરવા અપીલ કરી
7.55 AMગુજરાત કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરી કોંગ્રેસને મત આપવા અપીલ કરી છે. ટ્વિટમાં કહેવાયું છે કે, ‘આજે સમય છે નિર્ણય, સમય છે ન્યાય લેવાનો, સમય છે ભ્રષ્ટાચારીઓ અને લઠ્ઠાકાંડ,તક્ષશિલા કાંડ,મોરબી કાંડના હત્યારાઓને સજા આપવાનો માટે જ ચાલો પરિવર્તન લાવીએ કોંગ્રેસની સરકાર બનાવીએ.’ 
7.25 AM
PM મોદીએ ટ્વિટ કરી રાજ્યના મતદારોને મતદાન કરવાની અપીલ કરી. તેમણે ટ્વિટમાં જણાવ્યું કે, આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનું છે. હું તમામ મતદાતાઓને, ખાસ કરી પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાઓને, વિક્રમજનક મતદાન કરવા આહ્વાન કરું છું.
7.15 AMનવસારી જિલ્લાની વાંસદા બેઠકના ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થકોએ હુમલો કર્યાનો આક્ષેપ કરાયો છે. આ અંગે વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.



Gujarat