Gujarat

SIR ની ફાઇનલ લિસ્ટનું સરવૈયું : 68 લાખ મતદાર ખોટા, દાણીલીમડામાં સૌથી વધુ મતદાર કપાયા, સૌથી વધુ ઘાટલોડિયામાં ઉમેરાયા

By GS TEAM
18 Feb 20262 mins read
TukuTouch Logo
થોડાક સમય પહેલાં જ કોંગ્રેસે જાહેર કર્યુ હતું કે, નવસારી લોકસભા મોડેલ મુજબ ગુજરાતમાં 62 લાખ ખોટા મતદારો હોવા જોઈએ જે વાત સાચી ઠરી છે. કેમકે, આખરી મતદાર યાદી જાહેર થતાં 68 લાખથી વધુ મતદારો ખોટા નીકળ્યા છે. કોંગ્રેસની માંગ છે કે, ચૂંટણીપંચ ખોટા ફોર્મ-7 ભરનારાના નામ જાહેર કરે, ફોજદારી પગલા ભરે

Summarized by AI; it may make mistakes. Check important info

SIR ની ફાઇનલ લિસ્ટનું સરવૈયું : 68 લાખ મતદાર ખોટા, દાણીલીમડામાં સૌથી વધુ મતદાર કપાયા, સૌથી વધુ ઘાટલોડિયામાં ઉમેરાયા

Ahmedabad News : થોડાક સમય પહેલાં જ કોંગ્રેસે જાહેર કર્યુ હતું કે, નવસારી લોકસભા મોડેલ મુજબ ગુજરાતમાં 62 લાખ ખોટા મતદારો હોવા જોઈએ જે વાત સાચી ઠરી છે. કેમકે, આખરી મતદાર યાદી જાહેર થતાં 68 લાખથી વધુ મતદારો ખોટા નીકળ્યા છે. કોંગ્રેસની માંગ છે કે, ચૂંટણીપંચ ખોટા ફોર્મ-7 ભરનારાના નામ જાહેર કરે, ફોજદારી પગલા ભરે 

મતદાર યાદી જાહેર થતાં જ કોંગ્રેસ એક્ટિવ

આખરી મતદાર યાદીમાં કુલ 4,40,30,725 મતદારા નોંધાયા છે. એટલું જ નહીં 68,12,711 મતદારો ઓછા થયા છે તેવો ઉલ્લેખ કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી કે, રાહુલ ગાંધીએ  વોટ ચોરીનો મુદ્દો ઉજાગર કર્યો તેમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા નવસારી લોકસભાની વોટ ચોરીના ઉદાહરણ આપી ગુજરાતમાં 62 લાખ જેટલા મતદારો શંકાસ્પદ હોય તેવો દાવો કર્યો હતો. જે સાચું ઠર્યું છે. કોંગ્રેસે માંગ કરી કે, છેલ્લી મતદાર યાદી મુજબ 9.56 લાખ નવા મતદારોનો ઉમેરો જાહેર કર્યો છે. જયારે 3,95,555 મતદારોના નામ કમી કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચ બુથ વાઇઝ જાહેર કરે કે 9.56 લાખ મતદારો કયા બુથમાં કેટલા ઉમેરાયા તેની યાદી જાહેર કરવામાં આવે. રાજ્ય ચૂંટણીપંચ ખોટા ફોર્મ 7 ભરનાર સામે ફોજદારી કાર્યવાહી કરે. ફોર્મ ભરનારના નામોની વિગતો જાહેર કરો.

ઘાટલોડિયામાં સૌથી વઘુ મતદારો ઉમેરાયા દાણીલીમડામાંથી સૌથી વધારે કમી થયા

ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલી અંતિમ મતદાર યાદી અનુસાર અમદાવાદ જિલ્લામાંથી 25.46 લાખ પુરુષ, 23.65 લાખ મહિલા અને 211 અન્ય એમ કુલ 49.12 લાખ મતદારો નોંધાયા છે. શરુઆતમાં 62,59,620 મતદારો માટેની આ ઝૂંબેશ બાદ 19 ડિસેમ્બર 2025 ના રોજ ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ હતી. જેમાં 48,06,916 મતદારોનો સમાવેશ થયો હતો. આ પ્રક્રિયામાં ગેરહાજર, સ્થળાંતરિત કે અવસાન પામેલા કુલ 14,52,704 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. વિધાનસભા બેઠક પ્રમાણે દાણીલીમડામાંથી સૌથી વઘુ 8 હજાર મતદારોના નામ કમી કરાયા છે. ઘાટલોડિયામાં સૌથી વઘુ 22 હજાર મતદારના નામ ઉમેરાયા છે.