Gujarat Congress: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. કોંગ્રેસે કાચું ન કાપતા પહેલાથી જ ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિની જાહેરાત કરી છે. જેમાં 7 કમિટીઓની કમાન કોંગ્રેસના જૂના જોગીઓને સોંપવામાં આવી છે. દરેક કમિટીમાં એક વાઈસ ચેરમેન અને એક કન્વીનરની પણ નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાતમાં આવનારી લોકલ બોડી ચૂંટણી માટે રાજ્ય સ્તરની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેના સભ્યોની યાદી નીચે મુજબ છે.
સ્ટ્રેટેજી કમિટી: ચેરમેન ભરતસિંહ સોલંકી, વાઇસ ચેરમેન લાલજી દેસાઈ, કન્વીનર હેમાંગ વસાવડા
કેમ્પેન કમિટી: ચેરમેન શક્તિસિંહ ગોહિલ, વાઇસ ચેરમેન પરેશ ધનાણી, કન્વીનર ગેનીબેન ઠાકોર
ઇલેકેશન મેનેજમેન્ટ કમિટી: ચેરમેન સિદ્ધાર્થ પટેલ, વાઇસ ચેરમેન જીગ્નેશ મેવાણી, કન્વીનર બીમલ શાહ
પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી: ચેરમેન જગદીશ ઠાકોર, વાઇસ ચેરમેન ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, કન્વીનર હિમ્મતસિંહ પટેલ
મેનિફેસ્ટો કમિટી: ચેરમેન શૈલેશ પરમાર, વાઇસ ચેરમેન ઋત્વિક મકવાણા, કન્વીનર ડૉ. મનીષ દોશી
મીડિયા કમિટી: ચેરમેન ડૉ. અમી યાગ્નિક, વાઇસ ચેરમેન લલિત કગથરા, કન્વીનર ગ્યાસુદ્દીન શેખ
પબ્લિસિટી કમિટી: ચેરમેન કદીરભાઈ પીરજાદા, વાઇસ ચેરમેન અનંત પટેલ, કન્વીનર ચેતન રાવલ
આ પણ વાંચો: બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, 472 ઉમેદવારો થયા પસંદ, જુઓ યાદી


