Gujarat

ગુજરાતમાં ઠંડીનો ચમકારો: નલિયા અને દાહોદ 10.8 ડિગ્રી સાથે ઠુંઠવાયા, 8 શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે

By GS TEAM
18 Nov 20251 min read
TukuTouch Logo
ગુજરાતમાં શિયાળાએ ધીમે ધીમે જમાવટ કરવાનું શરૂ કરી દીધું છે. ઉત્તરીય ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ગત રાત્રિના આંકડા મુજબ, રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. સૌથી વધુ ઠંડી નલિયા અને દાહોદમાં 10.8 ડિગ્રી નોંધાઈ હતી, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.જ્યારે સોમવારે રાત્રે ગુજરાતના અન્ય સ્થળોએ 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હોય તેમાં અમરેલી, વડોદરા, ગાંધીનગર, ડીસા, રાજકોટ, પોરબંદર અને અમદાવાદનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 14.8 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.9 ડિગ્રીથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં ઠંડીનો ચમકારો: નલિયા અને દાહોદ 10.8 ડિગ્રી સાથે ઠુંઠવાયા, 8 શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે

Gujarat Weather Update: ગુજરાતમાં શિયાળાએ ધીમે ધીમે જમાવટ કરવાનું શરુ કરી દીધું છે. ઉત્તરીય ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ગત રાત્રિના આંકડા મુજબ, રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. સૌથી વધુ ઠંડી નલિયા અને દાહોદમાં 10.8 ડિગ્રી નોંધાઈ હતી, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. જ્યારે સોમવારે રાત્રે ગુજરાતના અન્ય સ્થળોએ 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હોય તેમાં અમરેલી, વડોદરા, ગાંધીનગર, ડીસા, રાજકોટ, પોરબંદર અને અમદાવાદનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 14.8 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.9 ડિગ્રીથી વધુનો ઘટાડો નોંધાયો હતો. 

આગામી 5 દિવસની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ સુધી અમદાવાદનું તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જોકે, હવામાન નિષ્ણાતોનું માનવું છે કે 20મી તારીખ બાદ ઠંડીના જોરમાં સાધારણ ઘટાડો થઈ શકે છે. ત્યાં સુધી રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેશે. સોમવારે દિવસ દરમિયાન 29.7 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. 

માઉન્ટ આબુ 0 ડિગ્રી, ઠંડી કેમ વધી?

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ચાલુ સિઝનનું સૌથી નીચું 0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તરીય ભાગોમાં વધેલી ઠંડી અને ત્યાંથી ફૂંકાતા પવનોની ગતિ જળવાઈ રહેવાના કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે.

ક્યાં સૌથી નીચું તાપમાન?

શહેરતાપમાન
નલિયા10.8
દાહોદ10.8
અમરેલી11.4
વડોદરા12.4
ગાંધીનગર12.8
ડીસા13.6
રાજકોટ14.0
પોરબંદર14.0
અમદાવાદ14.8
ભુજ15.2
ભાવનગર15.9
કંડલા16.7
સુરત19.4