Gujarat

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ

By GS TEAM
26 Mar 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારની નાણાકીય સ્થિતિ અંગેના 'કેગ' (CAG)ના વર્ષ 2024-25ના ઓડિટ રિપોર્ટમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. આ અહેવાલ મુજબ, માર્ચ 2025 સુધીમાં રાજ્યમાં 10 કરોડ કે તેથી વધુ બજેટ ધરાવતી 200 જેટલી મહત્ત્વની યોજનાઓ અધૂરી રહી છે. નવાઈની વાત એ છે કે, આ તમામ કામો 31 માર્ચ, 2025 સુધીમાં પૂર્ણ થઈ જવા જોઈતા હતા, પરંતુ સમયમર્યાદા વીતી ગઈ હોવા છતાં આ પ્રોજેક્ટ્સ પૂરા થયા નથી. અત્યાર સુધીમાં આ અધૂરી યોજનાઓ પાછળ 18,144 કરોડથી પણ વધુ રકમનો ખર્ચ થઈ ચૂક્યો છે. કામો સમયસર પૂરા ન થવાને કારણે સરકારી નાણાંના રોકાણ પર નકારાત્મક અસર પડી છે અને તેનાથી ખર્ચની ગુણવત્તા પણ જોખમાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ

Gujarat CAG Report: ગુજરાત સરકારની નાણાકીય સ્થિતિ અંગેના 'કેગ' (CAG)ના વર્ષ 2024-25ના ઓડિટ રિપોર્ટમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. આ અહેવાલ મુજબ, માર્ચ 2025 સુધીમાં રાજ્યમાં 10 કરોડ કે તેથી વધુ બજેટ ધરાવતી 200 જેટલી મહત્ત્વની યોજનાઓ અધૂરી રહી છે. નવાઈની વાત એ છે કે, આ તમામ કામો 31 માર્ચ, 2025 સુધીમાં પૂર્ણ થઈ જવા જોઈતા હતા, પરંતુ સમયમર્યાદા વીતી ગઈ હોવા છતાં આ પ્રોજેક્ટ્સ પૂરા થયા નથી. અત્યાર સુધીમાં આ અધૂરી યોજનાઓ પાછળ 18,144 કરોડથી પણ વધુ રકમનો ખર્ચ થઈ ચૂક્યો છે. કામો સમયસર પૂરા ન થવાને કારણે સરકારી નાણાંના રોકાણ પર નકારાત્મક અસર પડી છે અને તેનાથી ખર્ચની ગુણવત્તા પણ જોખમાઈ છે.

વિલંબને કારણે રાજ્યના આર્થિક હિતો પર માઠી અસર

ભારત સરકારના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા ગુજરાત સરકારના વર્ષ 2024-25ના નાણાકીય હિસાબોનું ઓડિટ કરવામાં આવ્યું છે, જેમાં કેટલીક ગંભીર ખામીઓ સામે આવી છે. 'કેગ'ના અહેવાલમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે, જે યોજનાઓ સમયસર પૂર્ણ થતી નથી તેમાં કરોડો રૂપિયાનું ભંડોળ રોકાયેલું રહે છે, જેના કારણે સરકારી ખર્ચની ગુણવત્તા બગડે છે. આ વિલંબને કારણે રાજ્યના નાગરિકોને જે સુવિધાઓ કે લાભો સમયસર મળવા જોઈએ, તેનાથી તેઓ લાંબા સમય સુધી વંચિત રહી જાય છે. આમ, યોજનાઓ અધૂરી રહેવાથી સરકારી નાણાંનો વ્યય થાય છે અને વિકાસની ગતિ પણ ધીમી પડે છે.

31 માર્ચ 2025 સુધીમાં પૂર્ણ થવાના લક્ષ્યાંકો અધૂરા

ગુજરાત રાજ્યમાં 31 માર્ચ, 2025 સુધીમાં કુલ 200 જેટલા મહત્ત્વના મૂડી કામો પૂર્ણ થવાના હતા, પરંતુ નિર્ધારિત સમયમર્યાદા પૂરી થવા છતાં આ યોજનાઓ અધૂરી રહી છે. આ 200 યોજનાઓ માટે અંદાજે 22816.48 કરોડ રૂપિયાના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની સામે અત્યાર સુધીમાં 18144.66 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. આ અપૂર્ણ કામોમાં સૌથી વધુ હિસ્સો માર્ગ અને મકાન વિભાગનો છે, જેના 166 કામો હજુ બાકી છે. આ વિભાગના કામો માટે 7978.85 કરોડ રૂપિયાનો અંદાજ હતો, જેમાંથી 5740.44 કરોડ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો હોવા છતાં યોજનાઓ પૂરી થઈ શકી નથી.

આ પણ વાંચો: ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર