Gujarat

ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી: CM પણ પડીકું લેવા લાઈનમાં ઊભા રહ્યા!

By GS TEAM
4 May 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયનો પડઘો ગુજરાતમાં પણ જોરશોરથી સંભળાયો છે. ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે આજે ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. આ જીતને વધાવવા માટે ભાજપે પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ અને સ્વાદનો સહારો લીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી: CM પણ પડીકું લેવા લાઈનમાં ઊભા રહ્યા!

Gujarat BJP Celebrates Jhalmuri Victory :પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયનો પડઘો ગુજરાતમાં પણ જોરશોરથી સંભળાયો છે. ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે આજે ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. આ જીતને વધાવવા માટે ભાજપે પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ અને સ્વાદનો સહારો લીધો હતો.

અમદાવાદથી ખાસ કારીગર તેડાવ્યો: કમલમમાં ઉતરી 'બંગાળી ફ્લેવર'

ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી 'ઝાલમુરી' અને મીઠાઈમાં 'રસગુલ્લા' ખાઈને આ જીતની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ ખાસ પ્રસંગ માટે અમદાવાદના જાણીતા ઝાલમુરી બનાવનાર કારીગરને ખાસ ગાંધીનગર 'કમલમ' ખાતે તેડાવવામાં આવ્યો હતો, જેથી કાર્યકરો અને નેતાઓ અસલી બંગાળી સ્વાદનો આનંદ માણી શકે.

CM પણ ઝાલમુરી લેવા લાઈનમાં ઊભા રહ્યા

આ ઉજવણીમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી હોવા છતાં, તેમણે કોઈ વીઆઈપી પ્રોટોકોલ રાખવાને બદલે સામાન્ય કાર્યકરની જેમ લાઇનમાં ઊભા રહીને પોતાના વારાની રાહ જોઈ હતી અને ઝાલમુરીનું પડીકું મેળવ્યું હતું. ઝાલમુરીનો આસ્વાદ માણતા CMએ આ ભવ્ય જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "આ જીત વિકાસની રાજનીતિ અને વિકસિત ભારતનો સંકલ્પ મજબૂત કરી રહી છે." તેમણે દરેક કાર્યકર્તાની મહેનતને પણ બિરદાવી હતી.


જગદીશ વિશ્વકર્માએ ઉમરેઠની જીતને પણ યાદ કરી

પ્રદેશ અગ્રણી જગદીશ વિશ્વકર્માએ પણ ઝાલમુરીની જયાફત માણી હતી. તેમણે આ વિજયનો શ્રેય બંગાળની જનતા અને માતૃશક્તિને આપતા કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ જે પ્રગતિ કરી રહ્યો છે, આ તેનું જ પરિણામ છે. આ સાથે તેમણે ગુજરાતની ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીતનો ઉલ્લેખ કરી બેવડા ઉત્સાહની વાત કરી હતી.

રાજ્યભરના ભાજપ કાર્યાલયો કેસરીયા રંગે રંગાયા

માત્ર ગાંધીનગર જ નહીં, પણ રાજ્યના અન્ય મહાનગરોમાં પણ જબરદસ્ત જશ્ન જોવા મળ્યો. અમદાવાદના ખાનપુર જેપી ચોક ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવી જીત વધાવી હતી. વડોદરામાં શહેર અધ્યક્ષ અને ધારાસભ્યોએ કાર્યકરો સાથે મળીને ઝાલમુરી ખાઈ વિજય ઉત્સવ મનાવ્યો હતો. તો સુરત ભાજપ કાર્યાલય ખાતે પણ મોડી સાંજ સુધી ઝાલમુરી ખાઈ અને ફટાકડા ફોડી વિજયની ઉજવણી ચાલી હતી.


રંગીલા રાજકોટના કિશાનપરા ચોક ખાતે ઢોલ-નગારાના તાલે ભાજપના કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા અને એકબીજાને ઝાલમુરી ખવડાવી જીતનો જશ્ન મનાવ્યો હતો.