Gujarat

ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની મુદતમાં વધારો, જાણો છેલ્લી તારીખ

By GS TEAM
14 May 20261 min read
TukuTouch Logo
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગત 12 મેના રોજ ધોરણ-10(SSC) અને ધોરણ-12(HSC)ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરી હતી. આ દરમિયાન શિક્ષણ બોર્ડે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની મુદતમાં બે દિવસ વધારો કર્યો છે એટલે 16 મે સુધી ફોર્મ ભરી શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની મુદતમાં વધારો, જાણો  છેલ્લી તારીખ

GSEB Supplementary Exam 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગત 12 મેના રોજ ધોરણ-10(SSC) અને ધોરણ-12(HSC)ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરી હતી. આ દરમિયાન શિક્ષણ બોર્ડે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની મુદતમાં બે દિવસ વધારો કર્યો છે એટલે 16 મે સુધી ફોર્મ ભરી શકાશે.

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ 

બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, આ પૂરક પરીક્ષા 11થી 18 જૂન 2026 દરમિયાન યોજાશે. જેમાં ધોરણ-10 ઉપરાંત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચો: ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર?

પૂરક પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ અને અન્ય જરૂરી સૂચનાઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ website.gseb.org  પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.