Get The App

સીબીડીીટ ૨૦૨૫-૨૬ના આવકવેરાની આવકના ટાર્ગેટને પહોંચી વળવામાં નિષ્ફળ

વાર્ષિક આવકનરા રૃા. ૨૪.૨૧ લાખ કરોડના ટાર્ગેટ સામે રૃા. ૨૩.૪૦ લાખ કરોડની આવક થતાં રૃા. ૮૪,૫૯૪ કરોડનો ઘટાડો થયા

ઓફ ડાયરેક્ટ ટેક્સિસે બહાર પાડેલી આંકડાઓ મુજબ પર્સનલ ઇન્કમટેક્સની આવકમાં ૨૦૨૪-૨૫ના વર્ષની સરખામણીમાં માત્ર ૦.૩ ટકાનો વધારો થયો

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
સીબીડીીટ ૨૦૨૫-૨૬ના આવકવેરાની આવકના ટાર્ગેટને પહોંચી વળવામાં નિષ્ફળ 1 - image

 


(પ્રતિનિધિ તરફથી)

નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે આવકવેરાના કલેક્શનના રાખેલા રુ. ૨૪.૨૧ લાખ કરોડનાટાર્ગેટ સામે વાાસ્તવિક આવકમાં ૮૪,૫૮૯૪ કરોડના ઘટાડો નોંધાયો છે. આમ આવકવેરાની આવકના લક્ષ્યાક છેલ્લા પાંચ વર્ષમાં સામે પહેલીવાર લક્ષ્યાંક પ્રમાણેની આવક થઈ શકી નથી.આમ રિફંડની રકમની ચૂકવણી કર્યા પછી આવકવેરાની આવકમાં માત્ર ૫.૧૨ ટકાનો વધારો થયો છે. પરંતુ આવકવેરાની આવકના ટાર્ગેટ સુધી પહોંચી શકાયું નથી.

સેન્ટ્રલ બોર્ડ  ઓફ ડાયરેક્ટ ટેક્સિસે બહાર પાડેલી આંકડાઓ મુજબ પર્સનલ ઇન્કમટેક્સની આવકમાં ૨૦૨૪-૨૫ના વર્ષની સરખામણીમાં માત્ર ૦.૩ ટકાનો વધારો થયો છે. જોકે રિફંડ ચૂકવ્યા પછી આવકવેરાની કુલ આવક રુ. ૨૩.૪૦ લાખ કરોડની થઈ છે.

જોકે કોર્પોરેટ ટેક્સનું કલેક્શન રૃા. ૧૦.૯૯ લાખ કરોડનું થયું હતું. કોર્પોરેટ ટેક્સની આવકનોલક્ષ્યાંક રુ. ૧૧.૮૩ લાખ કરોડનો નક્કી કરવામાં આવ્યો હતો. બીજીતરપનોન કોર્પોરેટ ટેક્સની આવક રૃા. ૧૩.૧૨ લાખ કરોડનું ટાર્ગેટ રાખવામાં આવ્યું હતું. નોન કોર્પોરેટ ટેક્સ વ્યક્તિગત કરદાતાઓ, હિન્દુ અવિભક્ત પરિવારો, પેઢીઓ, સ્થાનિક સત્તાવાળાઓ અને આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પરસન ચૂકવે છે.

રિફંડની ચૂકવણી કર્યા પછી કોર્પોરેેટ ટેક્સની આવકમાં ૧૧.૩૯ટકાનો વધારો થયો હતો. જોકે કોર્પોરેટ ટેક્સની આવકમં ૧૨.૪ ટકાનો વધારો થાય તેવો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો. પરંત આ આવકમાં માત્ર ૦. ૩ ટકાનો વધારો થયો હત. સીબીડીટીએ નોન કોર્પોરેટ ટેક્સની આવકમાં ૬.૨ ટકાનો વધારો થવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો.

જોકે રિફંડ આપ્યા પૂર્વે આવકવેરાની આવક રૃા. ૨૮.૧૧ લાખ કરોડની થઈ હતી. તેમાંથી ૪.૭૧ લાખ કરોડ રિફંડ પેટે પરત ચૂકવી દેવામાં આવ્યા હતા. રિફંડની રકમમાં ૧.૦૮ ટકાનો ઘટાડો થયો હતો. આવકવેરાના નવા ટેક્સ રિજિમમાં પર્સનલ ઇન્કમટેક્સના સ્લેબમાં કરવામાં આવેલા ટેક્સ દરના ઘટાડાની અસર જોવા મળી રહી છે. કોર્પોરેટ ટેક્સની આવકમાં તન્દુરસ્ત વધારો થાય અને રિફંડનું મેનેજમેન્ટ બરાબર કરવામાં આવ્યું હોત તો સમગ્ર તયા ૫.૧૨ ટકાના વધારા સુધી પહોંચી ગયા હોત. નવા ટેક્સ રિજિમમાં વેરામાં આપવામાં આવેલી ખાસ્સી રાહતને પરિણામે પણ આવકવેરાની આવકમાં ઘટાડો થયો છે. રૃા. ૧૨ લાખ સુધીની આવકને વેરા મુક્ત કરવામાં આવી હોવાથી પણ આવકવેરાની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.