Gujarat

જામનગર શહેરમાં વર્લ્ડકપની ભારતની શાનદાર જીત બાદ 'શિવભક્તિ' સાથે 'દેશભક્તિનો' રંગ પણ જોવા મળ્યો

By GS TEAM
16 Feb 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરમાં ગઈકાલે મહાશિવરાત્રીના તહેવારની સાથે સાથે T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ પ્રોફાઈલ મેચમાં ભારતે પાકિસ્તાનના ભૂંડા હાલ કર્યા હતા

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં વર્લ્ડકપની ભારતની શાનદાર જીત બાદ 'શિવભક્તિ' સાથે 'દેશભક્તિનો' રંગ પણ જોવા મળ્યો

Jamnagar India Pakistan Match : જામનગર શહેરમાં ગઈકાલે મહાશિવરાત્રીના તહેવારની સાથે સાથે T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ પ્રોફાઈલ મેચમાં ભારતે પાકિસ્તાનના ભૂંડા હાલ કર્યા હતા, અને શાનદાર જીત મેળવી હતી, તેનો જશ્ન જામનગર શહેરમાં ખાસ કરીને જોવા મળ્યો હતો.

ગઈકાલે મહાશિવરાત્રીના પર્વને લઈને શહેરમાં શોભાયાત્રાના માર્ગો પરથી ડી.જે. પર ભગવાન શિવજીની ધૂન વાગી રહી હતી, જેની સાથે સાથે ભારતની જીત બાદ કેટલાક ક્રિકેટ પ્રેમીઓએ દેશભક્તિની ધૂન સાથે ભારતની જીતનો જશ્ન મનાવ્યો હતો.

જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં મોટા સ્ક્રિન ભારત અને પાકિસ્તાનની મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા માટે ક્રિકેટ પ્રેમીઓથી હવાઈ ઉભરાઈ ગયો હતો, અને ભારતે શાનદાર 175 રન બનાવ્યા, ત્યારે ચોકકા-છક્કાની રમઝટમાં દર્શકોએ ખુશી વ્યક્ત કરી હતી, ત્યારબાદ બીજા દાવમાં પાકિસ્તાનની ટપોટપ વિકેટ પડતી ગઈ, ત્યારે દરેક ક્રિકેટ પ્રેમીઓની ચિચિયારીથી સમગ્ર હવાઈચોક વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, અને ભારતની જીત બાદ ભવ્ય આતસબાજી કરાઈ હતી, અને દેશભક્તિના નારા ગજવ્યા હતા, ત્યારે હવાઈચોક વિસ્તારમાં શિવમય વાતાવરણની સાથે સાથે દેશ પ્રેમની પણ ઝલક જોવા મળી હતી.

ભારતની જીત બાદ રાત્રીના 11.00 વાગ્યા પછી જામનગર શહેરમાં ક્રિકેટ પ્રેમીઓ પોતાના હાથમાં તિરંગો ઝંડો લઈને બાઈક પર નીકળી પડ્યા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.