ભાવનગર-અમદાવાદ હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સપ્લાયર સહિત ત્રણ શખ્સોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન
વેળાવદર પોલીસ વિદેશી દારૃ, કાર, મોબાઈલ મળી રૃ.૯.૯૮નો મુદામાલ કબજે લીધો
ભાવનગર - ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર સનેસ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે એક શખ્સને વેળાવર ભાલ પોલીસ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વેળાવદર પોલીસ મથકનો ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, અર્ટિગા કાર (નંબર જીજે-૦૪-એફએ-૫૧૭૯) માં ઇંગ્લીશ દારૃ ભરીને એક શખ્સ અમદાવાદ હાઇવે પર અધેળાઇ તરફથી ભાવનગર આવી રહ્યો છે. જે બાતમીના આધારે વેળાવદર પોલીસે અમદાવાદ હાઇવે પર આવેલ સનેસ ગામ નજીક દરોડો પાડી કારને અટકાવી તલાશી લેતા વિદેશી દારૃના ૫૨૮ ચપટાં રૃ.૧,૯૩,૨૦૦નો મુદામાલ મળી આવતા પોલીસે કાર ચાલક કિશન લાલજીભાઇ ચૌહાણ (રહે. ભાવનગર) ને વિદેશી દારૃ, કાર મોબાઈલ મળી રૃ.૯,૯૮,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ કરતા દારૃનો જથ્થો તે લીંબડી ખાતેથી તુરાજસિંહ ઝાલા પાસેથી લાવ્યો હતો અને ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા ગોપાલ પ્રાગજીભાઇ મકવાણા તથા દેવ રાઠોડ નામના શખ્સોને આપવાનો હોવાની કબુલાત કરતા પોલીસે ત્રણ શખ્સ વિરૃધ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









