Gujarat

ઉત્તર ભારત જતા મુસાફરો માટે ખુશખબર : અમદાવાદથી મુઝફ્ફરપુર અને બરૌની માટે દોડશે 2 વન-વે સ્પેશિયલ ટ્રેન

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
ઉત્તર ભારત જતા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી મુઝફ્ફરપુર અને બરૌની માટે 2 વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. 21 અને 22 નવેમ્બર 2026ના રોજ અમદાવાદ સ્ટેશનથી ઉપડનારી આ ટ્રેનોથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા હજારો મુસાફરોને મોટી રાહત મળશે. ટિકિટ બુકિંગ તમામ PRS સેન્ટરો પર શરૂ કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તર ભારત જતા મુસાફરો માટે ખુશખબર : અમદાવાદથી મુઝફ્ફરપુર અને બરૌની માટે દોડશે 2 વન-વે સ્પેશિયલ ટ્રેન

Ahmedabad News : અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતા મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી મુઝફ્ફરપુર અને બરૌની માટે વિશેષ ભાડા પર બે વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ બંને ટ્રેનો 21 અને 22 નવેમ્બર 2026ના રોજ અમદાવાદ સ્ટેશનથી ઉપડશે. આ નિર્ણયથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ મુસાફરી કરતા હજારો મુસાફરોને મોટી રાહત મળશે.

બંને વન-વે સ્પેશિયલ ટ્રેનોનું સમયપત્રક અને રૂટ

ટ્રેન નંબર 09457 અમદાવાદ–મુઝફ્ફરપુર વન-વે સ્પેશિયલ: આ ટ્રેન 21 નવેમ્બર શનિવારના રોજ અમદાવાદ સ્ટેશનથી બપોરે 15:30 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સોમવારે સવારે 02:55 વાગ્યે મુઝફ્ફરપુર પહોંચશે.
મુખ્ય સ્ટોપેજ: આણંદ, છાયાપુરી, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ, ઐશબાગ, બારાબંકી, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરિયા સદર, છપરા, સોનપુર અને હાજીપુર સ્ટેશન પર ઊભી રહેશે.

ટ્રેન નંબર 09459 અમદાવાદ–બરૌની વન-વે સ્પેશિયલ: આ ટ્રેન 22 નવેમ્બર રવિવારના રોજ અમદાવાદ સ્ટેશનથી રાત્રે 01:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સોમવારે રાત્રે 20:00 વાગ્યે બરૌની પહોંચશે.
મુખ્ય સ્ટોપેજ: આણંદ, છાયાપુરી, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ઈદગાહ આગ્રા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, ઐશબાગ, બારાબંકી, ગોંડા, બસ્તી, ગોરખપુર, નરકટિયાગંજ, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર સ્ટેશન પર રોકાશે.

કોચની સુવિધા અને ટિકિટ બુકિંગ

રેલવે તંત્રના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 09457 અને 09459માં સ્લીપર તથા સામાન્ય શ્રેણી (જનરલ) ના કોચ લગાવવામાં આવશે, જેથી સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરો સરળતાથી મુસાફરી કરી શકે. આ બંને વિશેષ ટ્રેનોમાં આરક્ષિત ટિકિટોનું બુકિંગ તાત્કાલિક અસરથી તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો (PRS) પર શરૂ કરી દેવામાં આવ્યું છે.