Gujarat

વડોદરામાં મંદિરે દર્શન કરવા ઊભેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન તૂટી

By GS TEAM
22 May 20261 min read
TukuTouch Logo
ચેન સ્નેચિંગની ફરિયાદ 50 દિવસ પછી નોંધતા આરોપી પકડાઇ ગયા હોવાની ચર્ચા

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં મંદિરે દર્શન કરવા ઊભેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન તૂટી

Vadodara Chain Snatching : વડોદરામાં હનુમાન જન્મોત્સવના દિવસે મંદિરે દર્શન કરવા ઊભેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન તૂટી હતી. જે અંગે 50 દિવસ પછી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.

માંજલપુરના સ્વામી સૂર્યનારાયણનગરમાં રહેતા કુંદાબેન ગણપતભાઇ સરકલેએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 2 જી એપ્રિલે હું તથા મારી દીકરી તથા મારા દીકરાની પત્ની માયાબેન સાથે માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પાસે હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે લાઇનમાં ઊભા હતા. તે સમયે બપોરે 12 વાગ્યે મહિલાઓની લાઇનમાં ભીડમાં કોઇ મહિલાએ મારા ગળામાંથી પેન્ડલવાળી સોનાની ચેન નજર ચૂકવીને આંચકી લીધી હતી. પરંતુ, પેન્ડલ મારી સાડીમાં ભરાઇ જતા પેન્ડલ બચી ગયું હતું. પરંતુ, ચેન જતી રહી હતી. 2જી એપ્રિલના બનાવની ફરિયાદ 50 દિવસ પછી નોંધાતા આરોપી પકડાઇ ગયા હોવાની ચર્ચા છે.