Get The App

પીપીપી મોડલ પર ગાર્ડન આપવાથી મ્યુનિ. માટે ગાર્ડન બનશે ઝીરો મેઇન્ટેન્સ

Updated: Feb 27th, 2022

GS TEAM

Google News
Google News
પીપીપી મોડલ પર ગાર્ડન આપવાથી મ્યુનિ. માટે ગાર્ડન બનશે ઝીરો મેઇન્ટેન્સ 1 - image

મોટા ગાર્ડનને પીપીપી મોડલથી આપી મેઈન્ટેનન્સ બચાવ્યું અને આવક ઉભી કરી તેમાંથી નાના ગાર્ડનના મેઈન્ટેનન્સ કરાશે

                સુરત ,

સુરત મહાનગપાલિકાએ બનાવેલા મોટા ગાર્ડનને પીપીપી મોડલ પર આપવાની કામગીરીના કારણે મ્યુનિ.ને ગાર્ડનના મેઈન્ટેનન્સમાંથી મુક્તિ મળી રહી છે. હજી પણ કેટલાક મોટા ગાર્ડન પીપીપી મોડલ પર આપવા માટે કવાયત ચાલે છે. જે મોટા ગાર્ડન પીપીપી ધોરણે આપી દે તો તેના મેઈન્ટનન્સનો ખર્ચ બચી જાય અને તેનામાંથી જે આવક થાય છે તે આવક નાના ગાર્ડનના મેઈન્ટેનન્સમાં ઉપયોગમાં આવતાં શહેરના 240જેટલા ગાર્ડન મેઈન્ટેનન્સ ઝીરો થઈ શકે તેમ છે.

સુરત મ્યુનિ. વિસ્તારમાં પર્યાવરણની જાળવણી અને લોકોના મનોરંજન માટે નાના મોટા 240 ગાર્ડન છે. 20 જેટલા ગાર્ડનનું ક્ષેત્રફળ 10 હજાર ચો.મી. કરતા પણ મોટું છે. આવા ગાર્ડનમાં હોર્ટીલ્ચર, સિક્યુરીટી અને અન્ય મેઈન્ટેનન્સનો વાર્ષિક ખર્ચ સાડા ત્રણ કરોડ કરતાં પણ વધુ થાય છે. હાલમાં મ્યુનિ.ની આવકના સ્ત્રોતમાં ઘટાડો થયો છે અને ખર્ચમાં વધારો થયો છે તેના કારણે તમામ વિભાગમાં મેઈન્ટેનન્સની કામગીરી ઘટાડવા માટે આયોજન થઇ રહ્યું છે. જેમાં મ્યુનિ.એ અત્યાર સુધીમાં સાત મોટા ગાર્ડન પીપીપી ધોરણે આપી દીધા છે અને આઠ ગાર્ડન સી.એસ.આર. (કંપની સોશ્યલ રિસ્પોન્સીબીલીટી) હેઠળ આપ્યા છે. સી.એસ.આર. હેઠળ ગાર્ડન આપ્યા છે તેના કારણે તે ગાર્ડનનું મેઈન્ટનન્સ બચી ગયું છે. જ્યારે છ ગાર્ડન આપ્યા છે તેનું મેઈન્ટેનન્સ બચવા સાથે મ્યુનિ.ને વાર્ષિક બે કરોડ રૃપિયાની આવક થઈ રહી છે. હજી વધુ ગાર્ડન પીપીપી મોડલ પર આપે તો તેનામાંથી થતી આવકમાં બાકીના નાના ગાર્ડનના મેઈન્ટેન્સનો ખર્ચ પણ ઝીરો થઈ શકે તેમ છે. મ્યુનિ.એ સાત ગાર્ડન પીપીપી મોડલ પર આપ્યા છે તેમાંથી ત્રણ ગાર્ડનમાં એન્ટ્રી ફી રાખવામાં આવી છે, જ્યારે પીપીપી મોડલના બાકીના ચાર ગાર્ડનમાં એન્ટ્રી ફી નથી. પીપીપી મોડલ પર ગાર્ડન આપે છે તેમાં ગાર્ડનની ૧૦ ટકા જગ્યામાં પીપીપી મોડલ પર ગાર્ડન જે કંપની લે છે તે કોમર્શિયલ એક્ટીવીટી કરી શકે છે. પીપીપી મોડલ સફળ થતા ંમ્યુનિ. આગામી દિવસમા જુદા-જુદા ઝોનમાં વધુ નવ ગાર્ડનને પીપીપી મોડલ પર આપવા માટે જઈ રહી છે. જેના માટેની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે આગામી દિવસોમાં ટેન્ડર ખુલ્યા બાદ આ ગાર્ડનમાંથી મ્યુનિ.ને કેટલી આવક થાય તેની ખબર પડશે.

આ ગાર્ડન માટે ટેન્ડર બહાર પડશે

ગાર્ડનનું નામ   સ્થળ

સુભાષ ગાર્ડન   મોરાભાગળ

કવિ કલાપી ગાર્ડન    અડાજણ ગામ

પાલ લેક ગાર્ડન      પાલ

રોઝ ગાર્ડન     જહાંગીરપુરા

ફ્લોરલ પાર્ક    ઉમરા

સિધ્ધરાજ જયસિંહ ઉદ્યાન     અલથાણ

મગદલ્લા લેક  મગદલ્લા

કાકા કાલેલકર ઉદ્યાન લિંબાયત     

લેક ગાર્ડન      મોટા વરાછા