Gujarat

માનવ મહેરામણ જોતા લગ્ન સમારંભમાં પણ પુરેપુરી છુટ આપો

By GS Team
24 Nov 20211 min read
This article was originally published on 24 Nov 2021
માનવ મહેરામણ જોતા લગ્ન સમારંભમાં પણ પુરેપુરી છુટ આપો

લગ્નની સિઝનમાં લોકો ડરી ડરીને કાપ કુપ કરીને આમંત્રિતો ભેગા કરી રહ્યા છે

 સુરત

અઠવાલાઈન્સ સ્થિત ભાજપના સ્નેહ મિલન સમારંભમાં જે રીતે કાર્યકરોનો મોટો જમાવડો થયો હતો. અને સ્ટેજથી લઇને છેક છેલ્લી ખુરશી સુધી કોરોના ગાયબ થઇ ગયો હોઇ તેમ મોટાભાગનાઓએ માસ્ક નહીં પહેર્યા હોવાથી લોકોમાંથી એક અવાજ ઉઠયો છે કે અમારા લગ્ન સમારંભ પણ છુટ આપો.

સુરત શહેરમાં હાલ જોરશોરથી લગ્નની મૌસમ ચાલી રહી છે. વર-વધુ પક્ષનાઓ ડરી ડરીને કાપ કૂપ કરીને લગ્નમાં આમંત્રિતોને બોલાવી રહ્યા છે. લોકોમાં ડર એટલો બધો છે કે જો વધારે માણસ ભેગા કરીશું તો પોલીસ કે પાલિકા આવીને કાર્યવાહી કરશે. દંડ કરશે. પરંતુ આજે ભાજપના સ્નેહ મિલન સમારંભમાં જે રીતે કાર્યરકો ઉમટી પડયા હતા. અને સ્ટેજ પર બેઠેલા મહાનુભાવો થી લઇને ખુરશી પર બેઠેલા કાર્યકરોમાંથી મોટાભાગનાઓએ માસ્ક પર્હેયા ના હતા.તેમજ કોરોનાની ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ થતો હોવાથી શહેરીજનોમાંથી એક અવાજ ઉઠયો છે કે અમારા દિકરા-દિકરીના લગ્નમાં પણ વધારો માણસોની છુટ આપો. તો લગ્ન સમારંભ સારી રીતે ઉજવી શકીએ.