Gujarat

દીકરીઓ હવે એટલી આગળ નીકળી ગઈ છે કે છોકરાઓની ચિંતા થાય છે : રાજ્યપાલે દીક્ષાંત પ્રવચન આપ્યું

By GS TEAM
8 Nov 20251 min read
TukuTouch Logo
ઉચ્ચ શિક્ષણમાં છોકરાઓની સરખામણીએ છોકરીઓની વધી રહેલી બોલબાલાની નોંધ આજે એમ.એસ.યુનિવર્સિટીના 74મા પદવીદાન સમારોહમાં પણ લેવાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દીકરીઓ હવે એટલી આગળ નીકળી ગઈ છે કે છોકરાઓની ચિંતા થાય છે : રાજ્યપાલે દીક્ષાંત પ્રવચન આપ્યું

MSU Graduation Ceremony : ઉચ્ચ શિક્ષણમાં છોકરાઓની સરખામણીએ છોકરીઓની વધી રહેલી બોલબાલાની નોંધ આજે એમ.એસ.યુનિવર્સિટીના 74મા પદવીદાન સમારોહમાં પણ લેવાઈ હતી.

 રાજયપાલ આચાર્ચ દેવવ્રતે પોતાના દીક્ષાંત પ્રવચનમાં કહ્યું હતું કે, 100માંથી 80 ગોલ્ડ મેડલ છોકરીઓ લઈ જાય છે અને છોકરાઓ તાળીઓ પાડે છે.સરકારનું દીકરીઓ આગળ વધે તે માટેનું અભિયાન સફળ થયું છે. ઉલટાનું હવે છોકરાઓ પાછળ રહી ગયા છે તે ચિંતાનો વિષય છે. છોકરાઓ અને છોકરીઓ વચ્ચે શિક્ષણમાં અંતર વધી રહ્યું છે.

 તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપતા કહ્યું હતું કે, જીવનમાં કશું પણ બની જાઓ પરંતુ માણસ બનવાનું ભુલતા નહીં અને માણસાઈ છોડતા નહીં. અધિકારોની સાથે સાથે કર્તવ્યનું પાલન કરવાનો ભાવ પેદા કરવો જરૂરી છે. અહીંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ પાસે સમાજની અપેક્ષા છે કે, તેઓ પોતાને મળેલી વિદ્યા સમાજના જરૂરિયાતમંદોમાં પણ વહેંચે. 

શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે, પદવી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓની જવાબદારી વ્યક્તિગત વિકાસની સાથે રાષ્ટ્ર નિર્માણ અને સમાજ કલ્યાણના કામમાં યોગદાન આપવાની પણ છે.

 ચાન્સેલર શુભાંગિની રાજેએ કહ્યું હતું કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાના ચારિત્ર્ય અને સંસ્કાર થકી યુનિવર્સિટીને અને દેશને ગૌરવ અપાવશે તેવી અપેક્ષા છે.