Gujarat

બહેનપણીને મદદ કરવું પરિણીતાને ભારે પડ્યું,પતિ સાથે રંગે હાથ પકડાઇ

By GS TEAM
7 Nov 20251 min read
બહેનપણીને મદદ કરવું પરિણીતાને ભારે પડ્યું,પતિ સાથે રંગે હાથ પકડાઇ

વડોદરાઃ મુશ્કેલીમાં મુકાયેલી  બહેનપણીને મદદ કરવાનું એક પરિણીતાને ભારે પડયું હતું અને તેની  બહેનપણી જ તેના માટે મુશીબતનું કારણ બની હતી.

સમા વિસ્તારમાં રહેતી એક પરિણીતા પાસે પાંચ મહિના પહેલાં તેની બહેનપણીએ પરિવારમાં મુશ્કેલી હોવાથી મદદ માંગી હતી.જેથી પરિણીતાએ તેને તમામ પ્રકારની મદદ કરવાની તૈયારી બતાવી ત્રણ મહિના સુધી પોતાને ઘેર રાખી હતી.

આ દરમિયાન બહેનપણી અને પરિણીતાના પતિ વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો.પરિણીતાને બંનેની વર્તણૂક પરથી શંકા જતાં તેણે બહેનપણીને વિદાય કરી હતી.પરંતુ  ત્યારપછી પણ પતિ અને બહેનપણી વચ્ચે સબંધ ચાલુ રહેતાં પરિણીતાએ ઘર  બદલી નાંખ્યું હતું.

ત્રણ દિવસ પહેલાં પતિ મોડીરાત સુધી પરત નહિ આવતાં અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતાં પરિણીતાને શંકા ગઇ હતી અને રાતે જ  બહેનપણીને ત્યાં પહોંચી જતાં પતિની મોટર સાઇકલ બહાર જ જોવા મળી હતી.રંગેહાથે પકડાઇ ગયેલા પતિ અને બહેનપણીની સાન ઠેકાણે લાવવા પરિણીતાએ અભયમની મદદ લેતાં બંને પ્રેમીઓએ માફી માંગી હતી.