Gujarat
વિદ્યાર્થિનીને શિક્ષિકાએ લાફો મારતા ડાબા કાનમાં દુખાવો
By GS Team
8 Aug 20251 min read
This article was originally published on 8 Aug 2025

વડોદરા,કરજણ એક સ્કૂલમાં ભણતી ૧૦ વર્ષની વિદ્યાર્થિનીને શાળાની શિક્ષિકાએ માર મારતા ડાબા કાનમાં દુખાવો થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
કારેલીબાગ વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની બાળકી કરજણ તાલુકાના સાંસરોદ ગામે સાંસરોદ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. શિક્ષિકા અહીમાબેને ગઇકાલે વિદ્યાર્થિનીને ગાલ પર લાફો માર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થિનીને ડાબા કાનમાં દુખાવો શરૃ થતા તેના વાલી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. આ અંગે હોસ્પિટલ દ્વારા કરજણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.









