જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં સ્કૂટર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં પરપ્રાંતિય યુવતી ગંભીર સ્વરૂપે ઘાયલ : પુત્રીનો આબાદ બચાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગરમાં દિગજામ વુલન મિલ નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેતા નિવૃત્ત આર્મીમેન યમુના પ્રસાદ લક્ષ્મીનારાયણ ચૌહાણની પત્ની દીપીકાબેન (40 વર્ષ) કે જે ગત 18.10.2025 ના બપોરે 1.30 વાગ્યાના અરસામાં પોતાના એકટીવા સ્કૂટરમાં પુત્રી તન્વીને બેસાડીને જઈ રહ્યા હતા, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 10 ડબ્લ્યુ 6876 નંબરના ટ્રકના ચાલકે સ્કૂટરને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં દીપિકાબેનના બંને પગમાં ગંભીર પ્રકારની ઈજા થઈ હતી, અને તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. જોકે તેની સાથે રહેતી પુત્રી તન્વીનો આબાદ બચાવ થયો હતો, અને તેણીને કોઈ ઇજા થઈ ન હતી.
દિપકાબેનને સૌપ્રથમ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના અને ત્યારબાદ હાલ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, અને તેણીની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના બનાવ અંગે યમુના પ્રસાદ ચૌહાણએ પોતાની પત્નીને ઠોકરે ચડાવી ઇજાગ્રસ્ત બનાવવા અંગે જી.જે. 10 ડબ્લ્યુ 6876 નંબરના ટ્રક ચાલક સામે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.








